તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડીના 40 ગામો માટે જુથ પાણી પુરવઠા યોજનાને મંજુરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વલસાડ જિલ્લામાં પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા વાપી તાલુકા માટે 116 કરોડ પાણી યોજનામાં મંજુર કર્યા બાદ હવે પારડીના 40 ગામો માટે 112 કરોડની જુથ પાણી પુરવઠા યોજનાને સરકારે મંજુરી આપી દીધી છે. આગામી 2048 સુધીના આયોજનના આધારે પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇની રજૂઆતના કારણે સરકારે મહત્વની જુથ પાણી પુરવઠા યોજનાને મંજુરી આપવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં તાલુકામાં પાણીનો પ્રશ્ન હલ થશે.

પારડી તાલુકામાં 51 ગામો અને 1 નગરનો સમાવેશ થાય છે. તે પૈકી 11 ગામો અને 1 નગરમાં જુથ યોજનાનો સમાવેશ થાય છે. એક નગરની સ્વતંત્ર યોજના છે. જયારે અન્ય 40 ગામો ટયુબલ-બોરવેલ સ્ત્રોત આધારિત છે. જેને લઇ પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇએ આ 40 ગામોમાં પણ વ્યવસ્થિત પાણીનો જથ્થો પહોંચે તે માટે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે અને પાણી પુર‌વઠા વિભાગને રજૂઅાત કરી હતી. જેના ફળસ્વરૂપે આ બજેેટમાં સરકારે પારડીના 40 ગામો અને તેના તમામ 398 ફળિયા આવતી લેતી પારડી જુથ પાણી પુરવઠા યોજના માટે 112 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કુલ 40 ગામોમાં વર્ષ 2011ની 109978 માણસોની વસ્તી માટે ભવિષ્યના 2048 સુધીની વસ્તી 172203ને ધ્યાનમાં રાખી અંદાજે 17.2 એમ.એલ.ડી.પાણીની જરૂરિયાત રહેશે.આમ પારડી ધારાસભ્યની રજૂઅાતના કારણે પારડીના 40 ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાશે. સાથે સાથે પારડી શહેરમાં પુરતા પ્રેશરથી પાણી આવે તે માટે કામગીરી ચાલી રહી છે. થોડા સમયમાં આ કામગીરી પૂર્ણ થતા પારડીના પશ્ચિમ વિસ્તારમાં લોકોને પુરતા પ્રેસરથી પાણીની સુવિધા ઉપલ્બધ થશે. આ માટે પણ અનેક રજૂઆતો બાદ આ પ્રશ્ન હલ થશે.

આ કારણે જુથ પાણી પુરવઠા યોજનાને મંજુરી
વલસાડ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં ખારાશની માત્રા વધતી જવાની સમસ્યા રહે છે. નદીઓમાં પણ લાંબા અંતર સુધી ખારાશવાળા જળ ભરતી દરમિયાન આવતાં હોય છે. રાજય ભૂગર્ભજળની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર હોઇ ટયુબલવેલ -બોરવેલ આધારિત યોજનાના સ્ત્રોત આધારભુત સરફેસ સ્ત્રોત આધારિત કરવા આવશ્યક છે. પંચલાઇ બંધમાં પાણીની ઉપલબ્ધિની સમસ્યા હોવાથી નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની ભલામણના કરતાં આ યોજનાને મંજુરી મળી છે.

બજેટમાં તમામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે
પારડીના 40 ગામો માટે જુથ પાણી પુરવઠા યોજનાને મંજુરી આપવામાં આવી છે. બજેટમાં પંચલાઇ જળાશયમાં ઇન્ટેક વેલ માટે 4 કરોડ, દમણગંગા નહેરમાંથી આફટેક 2.50 કરોડ,ભુગર્ભ ટાંકી, ઉંચી ટાંકી,પંપીગ મશીનરી સહિત તમામ ક્ષેત્રે અલગ-અલગ જોગવાઇ કરી છે. કુલ 112 કરોડના ખર્ચે પાણી પુરવઠા યોજનાના કારણે અનેક ગામોને રાહત થશે. કનુભાઇ દેસાઇ, ધારાસભ્ય, પારડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો