તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીના ચણોદ કોલોનીમાં કાળી માતા મંદિર નજીક આરસીએલ હાઉસિંગમાં ગ્રાઉન્ડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપીના ચણોદ કોલોનીમાં કાળી માતા મંદિર નજીક આરસીએલ હાઉસિંગમાં ગ્રાઉન્ડ ફલોરમાં 51 વર્ષીય રેખાબેન બહ્મદેવ મહેતા (મહંતો) છેલ્લા છએક માસથી એકલી રહેતી હતી. જવાહર નગર, પલગામ, વર્ધા - મહારાષ્ટ્રમાં રહેતી તેમની બાળપણની બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગા ખડસે કે જે રેખાની બાળપણની સહેલી હોવાથી દસેક દિવસથી રહેવા માટે આવી હતી. શનિવારે રાત્રીએ રેખા મહંતો અને તેમની મિત્ર અનિતા ઉર્ફ દુર્ગા ખડસે પોતાના ઘરમાં આવેલા ડ્રોઇંગ રૂમમાં ટીવી જોઇ રહ્યા હતા ત્યારે બાઇક ઉપર આવેલા બે નકાબપોશ ઇસમો એકદમ તેમના ધરમાં ધુસી જઇને રેખા અને તેમની બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગા ઉપર પિસ્તોલ જેવા હથિયારથી આડેધડ ફાયરિંગ કરી દીધી હતી. આ ફાયરિંગમાં રેખા અને દુર્ગાને માથાના ભાગે ગોળી વાગતાં તેમના સ્થળ ઉપર જ મોત થયા હતા. ચણોદ કોલોનીમાં એક સાથે બે મહિલાની ગોળી મારી હત્યાની ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. એસપી સુનિલ જોશી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. ઉદ્યોગનગર પોલીસે મૃતક રેખાબેન મહંતોના પુત્ર બિપિન ઉર્ફે ગુડ્ડુની ફરિયાદ લઇને હત્યારાની કડી મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા.

એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસે શકમંદોની અટકાયત કરીને તથા મૃતક બંને મહિલાના કોલ ડિટેલ મેળવીને હત્યારા સુધી પહોંચવા માટે પ્રયાસ કર્યો છે. જોકે, આ બધા વચ્ચે મૃતક રેખાબેનના પતિ બહ્મદેવ રામજીભાઇ મહંતોનું બે વર્ષ અગાઉ મૃત્યું થયા બાદ વાપીમાં વસાવેલી કરોડો રૂપિયાની પ્રોપટી અને વ્યાજનો ધંધો રેખાબેન સંભાળતી હતી. ...અનુ સંધાન પાના નં.3

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો