ઉમરગામની ટુબાસેક્ષ કંપનીમાં જીપીસીબીએ સેમ્પલ લીધા
ઉમરગામ પાલિકાની હદમાં આવેલ ટુબાસેક્ષ પ્રકાશ ઈન્ડિયા પ્રા. લી. નામક જાણીતી કંપની દ્બારા ગંદુ પાણી ખુલ્લામાં છોડવામાં આવતું હોવાની જાણ જીપીસીબીને થતાં જી.પી.સી.બી.ના અધિકારીની ટીમે સ્થળ મુલાકાત કરી પાણીના સેમ્પલો લઈ તપાસ હાથ ધરતા ફફડાટ મચી જવા પામી હતી.
ઉમરગામ નગર પાલિકાની હદમાં શરૂઆતથિજ વિવાદમાં રહેતી પ્રકાશ સ્ટિક કંપની ફરી એક વખત પ્રદુષિત પાણી જાહેરમાં છોડવા બાબતે વિવાદમાં આવી છે. ઉમરગામ સંજાણ રોડ ઉપર આવેલી એક સ્ટીલ કંપની દ્વારા કંપનીનું પ્રદુષિત ખરાબ પાણી ખુલ્લામાં છોડી મૂકી પ્રદુષણ ફેલાવવામા આવી રહ્યાની જાણ થતા જ સરીગામ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીની ટીમ સ્થળ ઉપર આવી પાણીના સેમ્પલો લીધા હતા અને ખરાબ પાણી ખુલ્લામાં ન છોડવા કંપનીને સૂચના આપી કાર્યવાહી હાથ ધરી હતી. ગ્રીન ઝોન વિસ્તારમાં આ કંપની બની હોવા જેવી બાબતે આ કંપની શરૂઆતથિજ વિવાદમાં રહેતી આવી છે. ત્યારે ફરી એક વખત આ કંપની પ્રદૂષણ બાબતે વિવાદોમાં આવતા કંપની વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિક ઠેકાણે જોવા મળી રહી છે.