તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માવઠું | વ્યારામાં દિવસે કાળઝાળ ગરમી બાદ રાત્રે વરસાદી ઝાપટું પડતા રાહત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર સહિત સમગ્ર તાપી જિલ્લામાં તાપમાનનો પારો સતત ઉપર રહેવાને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વ્યારામાં દિવસભર અસહય ગરમીના કારણે લોકો નગરજનોની હાલત કફોડી બની હતી.ત્યારે એકાએક વાતાવરણમાં પલટો આવવાની સાથે રાત્રે 9 .30 કલાકના અરસામાં વ્યારા ખાતે અચાનક હળવા કમોસમી વરસાદ ના ઝાપટા આવી પડ્યા હતા. જેને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ભારે રાહત થઇ હતી. અને અસહ્ય ઉકળાટથી હેરાન થયેલા બાળકો દોટ મુકી વરસાદમાં પલળવા નીકળી ગયા હતા. અને ગીતો ગાતા હતા વરસાદનો આનંદ લીધો હતો. તસવીર - સંદિપસિંહ ગોદાડરિયા

અન્ય સમાચારો પણ છે...