તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજૂરો લેવા ગયેલા ગોડથલના યુવાનનું બાઈક પરથી પટકાતા મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચીખલી તાલુકાના માડવખડક ડુંગરપાડા દુધડેરી માંડવખડકથી સુખાબારી રોડ ઉપર પસાર થતા ગોડથલના 45 વર્ષના યુવાનને બાઈક ઉપર અચાનક ચક્કર આવી જતા બાઇક પરથી નીચે પટકાયો હતો. જેને પગલે તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું.

ખેરગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચીખલી તાલુકાના ગોડથલ ગામના ડુંગરી ફળિયામાં રહેતા શંકરભાઈ મન્સુભાઈ ગવળી (ઉ.વ. 45) સ્પ્લેન્ડર બાઈક (નં. જીજે-21-એઇ-3381) ઉપર બોરવેલના કામકાજ માટે મજૂરો શોધવા માટે માંડવખડક દુધડેરીની બાજુમાંથી માંડવખડકથી સુખાબરી જતા રોડ ઉપર તેઓ બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમને ચક્કર આવી જતા તેઓ બાઈક ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે રૂમલા સીએચસી ખાતે ખસેડાતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ગોડથલના ભગુભાઈ મન્સુભાઈએ ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ધોરસરની કાર્યવાહી હાત ધરી છે.

ચક્કર આવતા પડ્યો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો