તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગિરનારા વેદાંત આશ્રમશાળાનું મકાન જર્જરિત, 138 બાળકના માથે જોખમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત આશ્રમશાળા કપરાડા અને ધરમપુર તાલુકાની અંદર માત્ર બે જ આશ્રમશાળા કાર્યરત છે એક ગિરનારા આશ્રમશાળા અને બીજી ધરમપુર તાલુકામાં ગડી આશ્રમશાળા ખાતે ચાલે છે ગિરનારા આશ્રમશાળાનું માકન 50 વર્ષ જૂનુ અને જર્જરીત છે.જેમાં 138 બાળકો જીવના જોખમે અભ્યાસ રી રહ્યા ચે .આ આશ્રમશાળાની રાજ્યના મંત્રી પાટકર અને વલસાડ ડાંગ સાંસદ ઘણીવાર મુલાકત લઇ સમસ્યા નજરે જોઇ હતી છતાં સમસ્યાઓ દૂર કરવામાં કોઈ રસ દાખવતા ન હોય ગ્રામજનોમાં નારજગી છે.

વલસાડ જિલ્લા પંચાયત દ્વારા ચાલતી આશ્રમશાળા 50 વર્ષ કરતા પણ જૂની છે તેનું મકાન જર્જરિત અવસ્થામાં છે નવા મકાન માટે અનેક રજુઆત કરવામાં આવી તેમ છતાં તંત્ર દ્વારા મંજુર કરવામાં આવી નથી આશ્રમશાળાના આચાર્ય જશવંતભાઈ પી.પટેલ દ્વારા 35 વર્ષથી નવા મકાન માટે પ્રાયોજના વહીવટદાર વલસાડ ને અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તેમજ જિલ્લા પંચાયત વલસાડ ને વાંરવાર દરખાસ્ત કરી છે તેમાં ઓરડા,ભોજનાલય,સ્ટાફ કવાટર્સ માટે માગ કરી છે. તેમ છતાં તંત્ર બાળકો પ્રત્યે ગંભીર જણાતુ નથી. આ આશ્રમશાળામાં ધોરણ 1 થી 8 માં કુમાર 72 અને કન્યા 66 મળી કુલ વિધાર્થીની કુલ સંખ્યા 138 અને 3 કર્મચારીનો સ્ટાફ ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો