Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જંગલ સફારીમાં જિરાફનું આંતરિક બ્લિડિંગથી મોત
નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે બનેલા સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક જંગલ સફારીમાં ત્રીજા જિરાફનું પણ મોત થયાની ઘટનાથી તંત્રમાં ફાફળાટ ફેલાયો છે.જંગલ સફારીના ડીએફઓ રામરતન નાલાએ બચાવ કરતા જણાવ્યું હતું કે, ડાયફ્રૅમેટિક હરિણ્ય થવાના કારણ આ જિરાફનું મોત થયું છે. જિરાફને દુઃખાવો થયો ત્યારે ખબર પડી અને અમે ટ્રીટમેન્ટ આપી હતી. પરંતુ બચાવી શકાયું નથી. અમે તેમની પુરતી દેખરેખ રાખી રહ્યા છીએ. અહીં જે એનિમલ કેરટેકર છે તે પ્રાણીની દરેક વાતને નોટિસ કરી રહ્યા છે. તેઓ રિપોર્ટ પણ આપી રહ્યા છે. ઓક્ટોબરથી અમલમાં મૂકાયેલા સફારી પાર્કમાં નવેમ્બર મહિનાથી પશુઓ લવાયા હતા. સૌથી પેહલાં બે ઈમ્પલાના મોત થયા હતા. ત્યારબાદ ઝીબ્રાનું મૃત્યુ થયું હતું. હવે જિરાફનું મૃત્યુ થયું છે. જોકે ત્રણ ચાર મહિના થવા આવતાં વિદેશી પ્રાણીઓને વાતાવરણ માફક આવી રહ્યું છે તેવું ડીએફઓએ ઉમેર્યું હતું.