ઉમરપાડા ખાતે ગાંધી ફેલોના વિદાય સમારંભ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બીઆરસી ભવન ઉમરપાડા ખાતે કૈવલ્ય એજ્યુકેશન ફાઉન્ડેશન સુરતના ગાંધી ફેલો અભિમન્યુ કુમારે વિદાય સમારંભ યોજાવામાં આવ્યો હતો. અભિમન્યુ કુમારે વર્ષ જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૯ દરમિયાન ઉમરપાડા તાલુકામાં રહીને શિક્ષણ સંબંધિત કાર્યો કરેલા હતા. તેમજ બે વર્ષ ની સંપૂર્ણ કાર્યયાત્રા ને બ્લૉક રિસોર્સ સેન્ટર કો-ઓર્ડીનેટર અલ્પેશ ભાઈ પંચાલ, બીઆરપી હિતેશ ભાઈ, દિનેશ ભાઈ અને મુખ્ય શિક્ષક બુધાભાઈ ભાઈ અને મેહુલ ભાઈ સામે પ્રદર્શિત કરવામાં આવેલ હતી. બે વર્ષની ગાંધી ફેલોશિપ યાત્રા પૂર્ણ કરવા માટે તેમનો ઉમરપાડા તાલુકા શિક્ષણાધિકારી અને બીઆરસી કો-ઓર્ડીનેટર અલ્પેશ ભાઈ પંચાલ દ્વારા સન્માનપત્ર આપી આગળ ના ઉજ્જવળ ભવિષ્યની કામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કૈવલ્ય સંસ્થાના પ્રોગ્રામ લીડર વિજય ચૌધરી, રાહુલ કુમાર અને ગાંધી ફેલો પ્રખર નારાયણ દ્વિવેદી પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...