તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇની કન્યાશાળા પાસેથી આંક ફરકનો જુગાર રમાડતા 4 ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ કન્યાશાળા પાસે ઓટોરીક્ષામાં રમાતા આંક ફરકનો જુગાર ડભોઇ પોલીસે રેઇડ કરી ચાર ઇષમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂા. 42,715 મુદ્દામાલ જપ્ત કરી ચારેયને કસ્ટડી ભેગા કરાયા હતા.

ડભોઇ પોલીસમાથી મળતી માહીતી મુજબ શુક્રવારે સાંજે પીઆઇ જે.એમ.વાઘેલાને બાતમી મળી હતી કે નગરની કન્યાશાળા સ્કુલ પાસે ઓટોરીક્ષામાં આંક્ડા લખવાનો વેપાર ચાલી રહ્યો છે. જેના આધારે પીએસઆઇ ડી.કે.પંડ્યા,પો.કો.યુવરાજસિંહ,પો.કો.રાજેન્દ્રસિહ ઝાલા સહીતના સ્ટાફ સાથે પીઆઇએ છાપો મારતા ઓટોરીક્ષામાં આંકડા લખતા ઇષમો રંગે હાથ આંકડા લખેલી સ્લિપો સાથે ઝડપાઇ ગયા હતા. તેઓના નામઠામ પુછતા સિકંદર ઉર્ફે અલ્લાહુ ગુલામરસુલ મનસુરી,ઇકબાલભાઇ શેખમહમદ જંબુસરીયા,હુશેનભાઇ ફકીરમહમદ મનસુરી,ફિરોજ નુરમહમદ તમામ રહે.ડભોઇ હોવાનંુ જણાવતા આંકડાની સ્લિપો, રોકડા રુપિયા-2715 તેમજ ઓટોરીક્ષા કિંમત રૂા.40,000ની મળી કુલ મુદ્દામાલ કિંમત રૂા.42,715 સાથે ઝડપી ગુનો નોંધી કસ્ટડી ભેગા કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...