તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડથી 58 હજારના દારૂ સાથે એક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ પીરૂફળિયા નજીક હાઇવેથી એલસીબીએ કારમાં દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી માલ મંગાવનારાને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

જિલ્લા એલસીબીની ટીમ શુક્રવારે વલસાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પો.કો.રીતેશ ચીમનલાલને મળેલી બાતમીના આધારે પીરૂફળિયા દાદાજીની વાડી પાસે હાઇવે ઉપર મુંબઇથી સુરત તરફ જતા કાર નં.જીજે-15-એડી-6544ને અટકાવી અંદરથી દારૂની બોટલ નંગ-828 કિં.રૂ.58,800 કબજે કરી આરોપી ઉર્વિક વસંત પટેલ રહે.વાપી જલારામ કોમ્પ્લેક્ષની પાછળ ની ધરપકડ કરી માલ મંગાવનાર જીગર વાગરેને વોન્ટેડ જાહેર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...