તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદવાડાથી ટ્રેન મારફતે લવાતો દારૂનો જથ્થો હથુરણથી ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોસંબા પોલીસે રિક્ષામાંથી 50 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બેની ધરપકડ કરી છે. જ્યારે બેને વોન્ટેડ જાહેર કરી પ્રોહી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે.

કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. બી. સિસોયડિયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરત રેલવે સ્ટેશન ઉપરથી એક ઓટો રિક્ષા નં (GJ-19X-908)માં વિદેશી દારૂનો મોટો જથ્થો બે ઈસમો હથુરણથી કોસાડી ગામ તરફ લાવી રહ્યાં છે. જેથી પીઆઈ સિસોયદિયા સાથે કોસંબા પોલીસ સ્ટેશનના સ્ટાફે ભેગા મળી હથુરણથી કોસંબા તરફ આવતાં રોડ ઉપર નહેર પાસે રાત્રિ દરમિયાન વોચ ગોઠવી હતી. બાતમીવાળી રિક્ષા હથુરણ બાજુથી આવતી હોય. પોલીસે રિક્ષાને ઊભી રાખી તેની તલાસી લેતા તેમાથી દારૂની પેટી મળી આવી હતી. તેમાં તપાસ કરતાં ચાલકે પોતાનુંનામ નિજામભાઈ ઓઝ કોસંબા તેમજ અન્ય ઈસમે પોતાનું નામ શાહરૂખભાઈ કુરેશી (રહે. ભેસ્તાન, સુરત) હોવાનું જણાવ્યુંહતું. પોલીસે રિક્ષામાં ભરેલ દારૂની ગણતરી કરતાં પોલીસે 50,400ની કિંમતનો 216 નંગ દારૂ મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો શાહરૂપ રેલવેના મારફતથી લાવ્યો હતો. જે દારૂ ટ્રેનમાં ઉદવાડા ખાતેથી પરદેશીભાઈ નામના ઈસમે ચઢાવી આપ્યો હતો. અને જે દારૂ કોસંબા સરકારી દવાખાનાની પાછળ હનિફ ગુલામ હુશેન શેખ મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે હનિફને વોન્ટેડ જાહેર કરી રિક્ષા તેમજ દારૂનો જથ્થો મળી કુલે 75 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો