તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવી કુમાર શાળામાં વિનામૂલ્યે નોટબુક વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી | માંડવી નગર ભાજપ યુવા મોરચા અને મોર્નિંગ ક્રિકેટ કલબ ઓફ માંડવીના સંયુક્ત ઉપક્રમે માંડવી કુમાર શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1થી 8ના તમામ બાળકોને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી નગર ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાર્ગવ બગીયા, મહામંત્રી કેયુરભાઈ હજારીવાળા તથા રવિભાઈ, અંકુરભાઈ, મિતુલભાઈ અને અજયભાઈ તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત મહેમાનો તરફથી મકરસંક્રાંતિના પર્વે નિમિત્તે બાળકોને તલ ચીકના લાડુ આપવાની તથા પિવાના પાણી માટે આઓ પ્લાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. શાળા પરિવારે દાતાઓનો આભાર માન્યો હતો. વિદ્યાર્થીઓને સહાય કરવાની તેમની ભાવનાને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...