તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા હાઇવે પાસે ખાણખનીજ દ્વારા ઓવરલોડ રેતીની 4 ટ્રકો ઝડપી પડાઇ 6 લાખથી વધુનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લા ખાણખનીજ વિભાગ દ્વારા વ્યારા હાઇવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન ટોલટેક્સ પાસે ભૂસ્તર વિભાગ દ્વારા ચેકીંગ દરમિયાન રેતીભરેલી ગાડી ચેક કરતા ઓવરલોડ રેતી ભરેલી 4 ટ્રકો ને ઝડપી પાડી હતી. તેને કબજે કરી 4 ટ્રકોમાં ઓવરલોડ રેતીના પગલે કુલ 6,94 ,925નો દંડ ફટકારીયો હતો. ઓવરલોડ રેતી ભરી ને જતા ટ્રક ચાલકો માં ફફડાટ ફેલાયો હતો.

તાપી જિલ્લના વ્યારા સહીત અન્ય સોનગઢ તાલુકાઓમાંથી તાપી નદીમાંથી રેતી કાઢી ઓવરલોડ જથ્થો ટ્રકોમાં ભરી ટ્રકચાલકો સરકારી ચોપડે લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી નુકસાન પોહચાડી દેતા હોય છે. જેને લઇ વ્યારા ખાણ ખનીજ વિભાગ સક્રિય બની જતા ભૂસ્તર વિભાગના ડી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તર અધિકારી મેહુલભાઈ શાહ અને ટીમ દ્વારા વ્યારા ખાતે હાઇવે પર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં વ્યારા તરફ આવતી ટ્રકો ને અટકાવી હતી. જેમાં ટ્રક નં (GJ-26 T-6210) માં 17 ટન ઓવરલોડ રેતી ના પગલે 1,90,552 રૂપિયા દંડ, (GJ- 05AU- 7026) માં 5. ટન ઓવરલોડ રેતી ના પગલે 79,618નો દંડ તેમજ (GJ- 21 W-9549)માં 6 ટન ઓવરલોડ રેતી ના પગલે 2,36,656 રૂપિયા દંડ તેમજ (GJ- 21W-6200) માં 17 ટન ઓવરલોડ રેતી ના પગલે 1,88,099નો દંડ ફટાકરીયો હતો ભૂસ્તર વિભાગ દ્વારા દિવસની સાથે રાત્રે પણ હાઇવે પર કડક ચેકીંગની કાર્યવાહી હાથ ધરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...