તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘલાથી ઓવર લોડેડ રેતી ભરેલી ચાર ટ્રકો ઝડપાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંગળવારના રોજ સુરત રેન્જની આરઆરસેલની ટીમે ઘલા ગામેથી તાપી નદીના તટ પરથી ચાર ઓવર લોડ રેતીની ટ્રક પકડી પાડી સુરત ખાણ ખનીજ વિભાગને સોંપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કામરેજ તાલુકામાંથી પસાર થતી સૂર્ય પુત્રી તાપી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિ પૂર જોશમાં ચાલે છે. જે અંગેની માહિતી સુરત રેન્જ IGની ટીમને માહિતી મળતા ઘલા ગામે તાપી નદીમાં રેડ કરતાં રેતીની લીઝમાં કાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હતું. પરતું રેતી વહન કરવા માટે આવતી ટ્રકોમાં ઓવર લોડ રેતી નો જથ્થો ભરી ને જઈ રહી હોવાથી સાત ટ્રકો ને અટકાવી ને સુરત ખાણ ખનીજ વિભાગ ને જાણ કરતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રવિ ચૌધરી તેમજ સર્વેયર સચિન વણકર ટીમ સાથે ઘલા ગામે દોડી ગયા હતા. જેમાં તપાસ કરતા સાત પૈકી ચાર ટ્રકો માં ઓવર લોડ જણાતાં તમામ ટ્રકો ને કબજે કરી ને અંદાજે 40 લાખ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ કામગીરી કરતા રેતીના વીરપ્પાનોમાં ફફડાટ ફેલાય ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો