તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડી શહેરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્રારા ચાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પારડી શહેરમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્રારા ચાર રસ્તા નજીક અંદાજે રૂપિયા એક કરોડના ખર્ચે એસટી કોંટ્રોલ પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો જેનો જેતે સમયના રાજ્ય કક્ષાના મંત્રી તેમજ હાલના સીએમ વિજયભાઈ રૂપાણીના હસ્તે આ કંટ્રોલ પોઈન્ટને ખુલ્લો મૂકયો હતો પરંતુ હજી સુધી આ એસટીકંટ્રોલ પોઈન્ટ પર મુસાફરોની ભીડ જોવા મળતી નથી મોટાભાગની એસટી બસો અહી આવતી જ નથી જેને કારણે મુસાફરોના અભાવે એસટી કંટ્રોલ પોઈન્ટ ખાલી ખમ જોવા મળી રહ્યો છે અને ત્યાં કોઈ પણ કર્મચારી હાજર ન રહેતા હવે આ એસટી કંટ્રોલ પોઈન્ટને દિવસે પ્રેમી પંખિડા અને રાત્રિએ અસમાજિક તત્વો સાચવી રહ્યા છે. અવાવરુ બનેલો એસટી પોઇન્ટ પર પ્રેમી પંખિડા બિંદાસ બન્યા છે જ્યાં દિવસ દરમિયાન પ્રેમી પંખિડા આવી સમાજને શરમાવે એવિ પ્રવુતી કરી રહ્યા છે જે કેમેરામાં કેદ થવા પામી છે.આવી હરકત કરતાં સ્કૂલ કોલેજના વિધ્યાર્થી હોવાનું બહાર આવવા પામ્યું છે ત્યારે સ્કૂલે છૂટી મોડે ઘરે પહોચતા બાળકોની વાલીઓ કાળજી લે તે જરૂરી છે બીજી તરફ એસટી વિભાગ કર્મચારી ફાળવે તે પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો