તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajpipla News Former Chief Minister39s Opposition To The Statue Of Unity In Kevadia 071008

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પૂર્વ CMનો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડીયામાં વિવિધ રાજયોના ભવનો બનાવવા માટે જમીન સંપાદન મામલે આદિવાસી સમાજમાં પ્રર્વતી રહેલા વિરોધનો સામનો મંગળવારે મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને કરવો પડયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલાં શિવરાજસિંહ ચૌહાણ હેલીકોપ્ટરમાંથી ઉતર્યા ત્યારે એક આદિવાસી યુવાને નારેબાજી શરૂ કરતાં પોલીસ એકશનમાં આવી હતી અને યુવાનની અટકાયત કરી લીધી હતી.

કેવડીયામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે તેની આસપાસ વિવિધ રાજયોના ભવનો બનાવવામાં આવી રહયાં છે. કેવડીયા તથા આસપાસની જમીનો આ ભવનો માટે સંપાદન કરવાની હોવાથી આદિવાસી સમાજમાં

...અનુસંધાન પાના નં.2

રોષની લાગણી પ્રર્વતી રહી છે. અગાઉ હરિયાણા ભવનના ભૂમિપૂજન વેળા આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. મંગળવારના રોજ મધ્યપ્રદેશના પુર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યાં હતાં. કેવડીયા કોલોની ખાતેના હેલીપેડ ખાતે હેલીકોપ્ટરમાંથી ઉતરીને કારમાં બેસવા જતાં હતાં તે વેળા એક આદિવાસી યુવાને નારેબાજી શરૂ કરી દીધી હતી. બંદોબસ્તમાં રહેલી પોલીસે તરત જ યુવાનની અટકાયત કરી લીધી હતી. આમ કેવડીયા તથા આસપાસના ગામોના લોકોમાં જમીન સંપાદન મામલે ચાલી રહેલો વિરોધ હજી યથાવત રહયો છે. આદિવાસીઓ પોતાની મહામુલી જમીનો બચાવવા માટે સંઘર્ષ કરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...