તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલવાસ વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણી ફરતા વન વિભાગે ચેતવણી જાહેર કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસના રેહઠાણ વિસ્તારમાં જંગલી પ્રાણી નજરે ચડતા વન વિભાગે ચેતવણી જાહેર કરી કરી છે. દાનહ ફોરેસ્ટ દ્વારા બે પાંજરા મુકાયા છે.

સેલવાસ નરોલી રોડ પર આવેલ સુરેન્દ્રસિંહ પરમારના ઘરની આજુબાજુ જંગલી પ્રાણી આવ્યું હોવાનું જણાતા દાનહ વન વિભાગે કયું પ્રાણી છે એની તપાસ હાથ ધરી છે. હિંસક પ્રાણીને રાત્રીના સમયે વોચમેને જોયું હતું. મંગળવારે મોડી રાત્રે સુરેન્દ્રસિંહ પરમારના બંગલા નજીક મરઘીને રાખવા માટેનું પાંજરું રખાયું છે. જેમાંથી જંગલી પ્રાણી એક મરઘી ઉઠાવી ગયો હતો. અવાજ આવતા વોચમેન એ જગ્યાએ દોડી ગયો હતો. પરમારના બંગલાની બિલકુલ નજીક જાશ એકજોસટીક સોસાયટી આવેલી છે. બીજી તરફ નક્ષત્ર ગાર્ડન અને રિવર ફ્રન્ટ આવેલું છે આ વિસ્તારમાં સવારે અને રાત્રે મોટી સંખ્યામાં લોકો વોક કરવા આવે છે. જેને લઇ વનવિભાગે સાવચેતીના પગલાં રૂપે લોકોને અપીલ કરાય છેકે દમણ ગંગા નદીકિનારેના વિસ્તાર, ઉલટન ફળીયા, જાશ એકજોસટીક, વિસ્તારમાં રહેતા તમામ લોકોએ સાવચેતી રાખવી.

5 ફિલ્ડ સ્ટાફ સહિતની ટીમ તૈનાત કરાઇ
સેલવાસના રહેઠાણ વિસ્તારમાં જંગલી પ્રાણી જોયા હોવાની ફરિયાદ અમને મળી છે જેને લઇ અમે બે જેટલા પાંજરા ગોઠવ્યા છે એની સાથે અમારા 5 જેટલા ફિલ્ડ સ્ટાફ અને 14 જેટલા લેબર સ્ટાફને 24 કલાક તેનાત કરી પેટ્રોલિંગ ચલાવી રહ્યા છે લોકોને અપીલ છેકે અંધારામાં જવાનું ટાળવું અને જો કોઈ વન્ય જંગલી પ્રાણી નજરે છડેતો એની જાણ તુરંત કરાવી. કિરણસિંહ પરમાર, વનવિભાગ અધિકારી, સેલવાસ

અન્ય સમાચારો પણ છે...