તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી વેચાણ એજન્સીઓ સમગ્ર યુરોપના વિવિધ દેશોમાં ખાસ રસાયણમુક્ત દ્રાક્ષ વિતરણ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણદેવીની સહકારી મંડળીમાં ઓર્ગેનિક દ્રાક્ષના તૈયાર કરાયેલા બોક્સ.

ગણદેવીની ફળ અને શાકભાજી સહકારી મંડળીએ યુરોપના દેશોમાં દ્રાક્ષ નિકાસનો કર્યો પ્રારંભ
4 વર્ષની જહેમત બાદ દ. ગુજરાતમાંથી નેધરલેન્ડ કરાયેલી દ્રાક્ષની નિકાસ
પરેશ અધ્વર્યું | ગણદેવી

ગણદેવીની નવસારી-વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી ઉત્પાદકોની ખેડૂત સહકારી મંડળીએ તેની અમીધારા બ્રાંડ હેઠળ યુરોપના દેશોમાં દ્રાક્ષ નિકાસ કરવાનો સૌ પ્રથમવાર પ્રારંભ કરતા મંડળીના ચેરમેન રાજેશભાઈ પટેલ ઉર્ફે રાજાભાઈ, વાઈસ ચેરમેન ગડતના મોંઘાભાઈ નાયક અને સેક્રેટરીએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ માટેનું 13 ટન દ્રાક્ષ ભરેલું પ્રથમ કન્ટેનર પીપલગાંવથી નેધરલેન્ડ માટે શુક્રવારે રવાના કરવામાં આવ્યું હતું.

દર શુક્રવારે આવા કન્ટેનરો ભરીને દ્રાક્ષ નેધરલેન્ડ મોકલાઈ રહી છે. આઠ કન્ટેનરો પ્રથમ તબક્કામાં નેધરલેન્ડ મોકલાશે. અમીધારા બ્રાંડ હેઠળ આ નિકાસ કરાઈ રહી હોવાથી ત્યાં ખાસ નેધરલેન્ડની વેચાણ એજન્સીઓ સમગ્ર યુરોપના વિવિધ દેશોમાં નાસિક જિલ્લાની ખાસ રસાયણમુક્ત દ્રાક્ષ વિતરણ કરાશે એમ અત્રેની દ્રાક્ષ યુરોપના દેશોમા પણ અમીધારા બ્રાંડ હેઠળ વિતરીત કરાનાર હોય આનંદ વ્યક્ત કરાયો હતો. આ દ્રાક્ષ રસાયણમુક્ત અને રેસીડ્યુ ફ્રી કક્ષાની હોવાનું સર્ટીફિકેટ મેળવાતા આ નિકાસ શક્ય બની હોવાનું માર્કેટીંગ ડિપાર્ટમેન્ટના મદનભાઈ સદાવર્તી અને દુષ્યંતભાઈ નાયકે જણાવ્યું હતું. રસાયણ ખાતર, દવામુક્ત રેસીડ્યુ ફ્રી દ્રાક્ષ ખેતરોમાં ઉત્પાદન કરવા ખેડૂતો સાથે છેલ્લા ચાર વર્ષથી જહેમત ચાલી રહી હતી. ચાર વર્ષની મહેનતને અંતે સફળતા મળી હતી. આ માટે નાસિક જિલ્લાના સીમાંત ખેડૂતો સાથે ચર્ચા-સલાહ કરાઈ રહી હતી અને અંતે નિકાસ કરી શકાય તે ગુણવત્તાસભરની દ્રાક્ષ ઉગાડી શકાયા બાદ આ નિકાસ ગણદેવીની કેનિંગ ફેકટરીએ કરી છે.

ગલ્ફના દેશોમાં દ્રાક્ષની સાથે ચીકુની નિકાસ થાય તો ખેડૂતોને ઘણો ફાયદો
શાકભાજીના ટીન પણ વિદેશમાં
દેશના વિવિધ રાજ્યો-શહેરોમાં તેમજ વિદેશોના અગ્રણ્ય શહેરોમાં અત્રેના ખેત ઉત્પાદનો નિકાસ કરી ખેડૂતોને આર્થિક સદ્ધર બનાવવાની દિશા પકડાય રહી છે. વિવિધ શાકભાજીઓ રીંગણ, કારેલા, ટીંડોડા, પર‌વળ, પાતરા, સુરણ વગેરેના પણ ટીન પેક કરી નિકાસ તેમજ આંતરિક બજારોમાં મુકાતા સારો પ્રતિભાવ સાંપડ્યો હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.

કેરી અને ચીકુના ફળનો પાક પણ મોટા પ્રમાણમાં સમગ્ર દ.ગુજરાતમાં થાય છે. તેમાં પણ ચીકુ પકવનાર માત્ર દ.ગુજરાત અને ગણ્યાગાઠ્યા જ જૂજ વિસ્તારો ભારતમા છે ત્યારે ગણદેવીના ચીકુ પણ વિદેશમાં આજ ત્વરિત ગતિથી નિકાસ કરાય તેવી પ્રત્યાઘાતી લાગણી અત્રેના સીમાંત ખેડૂતોએ વ્યક્ત કરી હતી. નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં ચીકુ પકવનાર હજારો સીમાંત ખેડૂતોના હિતમાં આ ચીકુની નિકાસ ગલ્ફના દેશો, મુસ્લિમ દેશો, યુરોપમાં કરી શકવાની સંભાવના પણ તપાસાશે એવું ચેરમેન રાજેશભાઈ પટેલે જણાવ્યું હતું. નેધરલેન્ડમાં સ્થાનિક એજન્સી સાથે અમીધારાની ઓફિસ કાર્યરત કરાશે. આગામી મહિનામાં આ નિકાસ વૃદ્ધિ કરાશે. માત્ર દ્રાક્ષ જ નહીં અન્ય ફળ, શાકભાજી, ખેત ઉત્પાદનો પણ મોકલવાની, નિકાસ કરવાની દિશામાં તેઓ તત્પર હોવાનું પણ જણાવાયું હતું.

ઈંગ્લેન્ડ-જર્મની જેવા દેશોમાં પણ માર્કેટ સર કરાશે
ગણદેવીથી ગલ્ફના દેશોમાં કેનિંગ ફેકટરીના અથાણા, વિવિધ ફળોના પલ્પ (રસ), ચટણીઓ તેમજ જુદી જુદી વિવિધ પ્રકારની કેરી નિકાસ થતી રહી છે પરંતુ તેનું બ્રાન્ડિંગ અમીધારા સાથે સૌ પ્રથમવાર થઈ રહ્યું છે. યુરોપના દેશોમાં આ દ્રાક્ષ ‘અમીધારા’ નામ સાથે વેચાશે. ભારતની આ દ્રાક્ષ છે અને અન્ય ખેત ઉત્પાદનો જેવા કે આદુ, લસણની ચટણીઓ, પાતરા, પલ્પોનુ પણ વેચાણની શક્યતા તપાસાય રહી છે. આ દ્રાક્ષ યુરોપના ઈંગ્લેન્ડ ઉપરાંત ફ્રાંસ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ જેવા વિવિધ દેશોના માર્કેટો સર કરશે અને તેનો સીધો ફાયદો અત્રેના નાના સીમાંત ખેડૂતોને થશે. આદિવાસી પંથકની ખેત ઉપજો પણ અત્રે પ્રોસેસ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો