તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘંટોલી ગામ પાસે બિનવારસી રિક્ષામાંથી વિદેશી દારૂ મળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી પોલીસનાકર્મી જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેઓને શંકાસ્પદ અવસ્થામાં એક રિક્ષા મળી આવી હતી. તેની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રિક્ષાને ટેમ્પો પાછળ બાંધી માંડવી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાઇ તેના વિરુદ્ધ ગેરકાયદેસર દારૂ વહનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાત્રીના લગભગ 11 વાગ્યાના સુમારે તેઓને માંડવી - ઝંખવાવ રોડ પર ઘંટોલી ગામની સીમમાં એક રીક્ષા શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. તેને જોતાં તે રીક્ષા કાદવમાં ફસાયેલ હતી. તેમજ તેનું એક ટાયર પંચર હતું અને તેની ટાયર ટ્યુબ પણ બહાર આવી ગયા હતા. તે રીક્ષાનું ચેકિંગ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેથી તે રિક્ષાને ટેમ્પો પાછળ બાંધી માંડવી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં જઈને તેની તપાસ કરતા કુલ રૂ.1,20,000 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. તેમજ રિક્ષાની કિંમત રૂ. 40,000 ગણતા કુલ રૂ. 1,60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...