તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે-ત્રણ વર્ષથી આધેડના મનમાં શંકાનો કિડો સળવળતો હોવાથી તે અવારનવાર પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠ તાલુકાના સુરેલી ગામમાં રહેતા આધેડને તેની પત્ની અને તેના પુત્ર વચ્ચે અનૈતિક સંબંધ હોવાનો છેલ્લાં કેટલાંય વર્ષોથી વ્હેમ હતો. જેને પગલે રવિવારે રાત્રે ત્રણેય વચ્ચે બોલાચાલી થતાં પત્નીએ તેના પતિને પકડી રાખ્યા હતા અને ઉશ્કેરાયેલા પુત્રએ તેના પર પાવડાના બેહરહેમીથી ઘા ઝીંકતા તેમનું મોત થયું હતું. આ મામલે ઉમરેઠ પોલીસે આરોપી માતા અને પુત્ર વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, બે-ત્રણ વર્ષથી આધેડના મનમાં શંકાનો કિડો સળવળતો હોવાથી તે અવારનવાર પત્ની સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો.

ઉમરેઠના સુરેલી ગામ સ્થિત રોહિત ટેકરી ખાતે રહેતા 58 વર્ષીય જશુભાઈ ધુળાભાઈ રોહિત, 55 વર્ષીય પત્ની કમળાબેન, 35 વર્ષીય પુત્ર નરોત્તમ અને પુત્રવધુ નયનાબેન રોજગારી અર્થે અંકલેશ્વર ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે સ્થાયી થયા હતા. જોકે, અવાર-નવાર તેઓ રજાના સમયે કે તહેવાર હોય ત્યારે ગામમાં આવતા હતા. શનિવારે પરિવાર સુરેલી ગામે આવ્યું હતું. જોકે, છેલ્લાં બે-ત્રણ વર્ષથી જશુભાઈને પત્ની કમળાબેન અને સગા પુત્ર નરોત્તમ વચ્ચે અનૈતિક સંબંધ હોવાનો વ્હેમ હતો. જેને પગલે તેઓ વચ્ચે અવાર-નવાર તકરાર થતી હતી અને પત્ની સાથે મારઝૂડ પણ કરતો હતો. દરમિયાન રવિવારે રાત્રે 8:45 કલાકે માતા-પુત્ર ઘરમાં બેઠા હતા. એ જ સમયે જશુભાઈના મનમાં શંકાનો કીડો સળવળતા કમળાબેનને અપશબ્દ બોલી માર મારવાનું શરૂ કરતાં ઉશ્કેરાયેલા પુત્રએ આધેડને ઘરની બહાર ખેંચી કાઢ્યો હતો. જ્યાં કમળાબેને તેમને પાછળથી પક્ડી રાખ્યા હતા જ્યારે પુત્રએ ઘરમાંથી પાવડો લાવી પિતાના ગળા તેમજ શરીરના ભાગે ઉપરા-છાપરી ત્રણથી ચાર ઘા મારતા તેઓ લોહીથી લથબથ નીચે ઢળી પડ્યા હતા અને મોતને ભેટ્યા હતા. આ બનાવની જાણ વાયુવેગે સમગ્ર ગામમાં ફેલાંતા તુરંત જ ઉમરેઠ પોલીસ સહિત લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે પાવડો કબ્જે કરી આરોપી યુવકની પત્ની નયનાબેનની ફરિયાદના આધારે કમળાબેન તેમજ નરોત્તમની હત્યાના ગુના હેઠળ ધરપકડ કરી હતી.

સુરેલીમાં માતા-પુત્ર વચ્ચે અનૈતિક સબંધનો વહેમ રાખનારા પિતાની પાવડાે ઝીંકી હત્યા
મારા સસરા માનસિક અસ્વસ્થ રહેતાં
મારા સસરા છેલ્લાં કેટલાંય વર્ષોથી માનસિક અસ્વસ્થ રહેતા હતા. મારી સાસુ તેમના પુત્રને બેટા પાણી પીધું કે ખાધું એવા સવાલ પણ પૂછતાં તે બાબતને તેઓ શંકાની નજરથી જોતા હતા. છેલ્લાં કેટલાંય સમયથી તેઓ નાની-નાની વાતે તેમની સાથે ઝઘડો કરતા હતા. ક્યારેક ઝઘડો મારા-મારી સુધી પહોંચી જતો હતો. મારી સાથે કોઈ અણબનાવ નહોતો. નયનાબેન રોહિત, હત્યારા પુત્રની પત્ની

અન્ય સમાચારો પણ છે...