તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત દીપડામાં લાગશે માઇક્રોચિપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ જિલ્લામાં વર્ષ 2012-13 માં નજરે પડેલા 4 દીપડાઓ સામે માત્ર 6 વર્ષમાં આ વન્ય શિકારી પ્રાણીની વસ્તી 9 ગણી વધીને 35 ને પાર પહોંચી છે. વધતી સંખ્યા અને રેન્જ ઉપર દબદબા માટે સમયાંતરે રહેણાંક વિસ્તાર સુધી ઘુસી આવતા દીપડાઓ ના હુમલાના જોખમનેટાળવા વન વિભાગ દીપડાઓ ના શરીરમાં માઈક્રો ચિપ ફિટ કરી સંખ્યા અને ટ્રેકિંગ રેકોર્ડઉપર નજર રાખશે.

ભરૂચના ટ્રાઇબલ બેલ્ટ સ્થિત વંઠેવાડ ગામમાં 1 મહિનાના ટૂંકા ગાળામાં 3 દીપડા ગામમાં નજરે પડતા વન વિભાગે પાંજરા ગોઠવી એક માદા અને બે નર દીપડા ઝડપી પાડી સલામત સ્થળે મુક્ત કાર્યહતા. છેલ્લા 2 વર્ષમાં ભરૂચમાં દીપડાઓ ની રહેણાંક વિસ્તારોમાં ઘુસી આવવાની ઘટનાઓ ચિંતાજનક સ્તરે પહોંચી છે. ઝગડિયાના કાંતીપાડા, વંઠેવાડ અને ભરૂચનાકડોદ અને શુકલતીર્થ પટ્ટીના અંકલેશ્વર, સેંગપુર, ખરોડ, ભાડી, ગામોમાં દીપડાના હુમલાઓની ઘટનાઓએ સ્થાનિકોમાં ભયફેલાવ્યો હતો.વંઠેવાડની ઘટના બાદ ભરૂચના મદદનીશ વન સંરક્ષક દ્વારા

...અનુસંધાન પાના નં.2

દીપડાઓની સંખ્યા અને રેન્જ ઉપર નજર રાખવા આદેશ કરાયા છે. આદેશના પગલે હવે ઝડપનારદીપડાઓમાં વનવિભાગ માઈક્રોચિપ દાખલ કરશે આ ચિપ દીપડાઓ ની સંખ્યા અને તેની રેન્જસહિતના ડેટા એકત્રિત કરશે. ભવિષ્યમાં જયારે પણ દીપડા ઝડપાસે ત્યારે વનવિભાગપૂંછડીમાં સ્કેનિક કરશે જે દીપડામાં ચિપ લાગી હશે તે ડેટા પૂરા પડશે અને નવો દીપડો હશે તેની સંખ્યામાં ઉમેરો કરી ચિપ લગાડી જંગલમાં મુક્ત કરવામાં આવશે.

દીપડામાં સિલિકોન માઈક્રો ચિપ લગાવાઇ રહી છે
દીપડાઓની સંખ્યા 2012-13 માં 4 હતી ત્યારબાદ આજે ૬ વર્ષમાં ૩૦ થી ૩૫ વસે છે. કુલ ૩ દીપડા એકજ ગામમાં મળવાથી પહેલી ઘટના છે. દીપડાઓને ડિવિઝન દ્વારા ચિપ લગાવાઈ છે. સિલિકોનની છે ચામડી બાજુમાં લગાવાય છે વન વિસ્તારમાં મુક્ત પછી રીડર થી જાણી શકાય દીપડો ફરી રેસ્ક્યુ અને ટ્રેકિંગ અને માર્ગ જાણી શકાય છે. માનવ ભક્ષી પકડાય ત્યારે ચિપિંગ પછી હુમલો કરે અને પકડાય તો નક્કી થાય કે માંનવભક્ષી છે તો એને એ પ્રકારે મુક્ત કરાય છે. રાજપટેલ, એ.સી.એફ., ભરૂચ

જંગલની સરખામણીમાં ઓછા સંઘર્ષને લઇ ગ્રામ્ય વિસ્તારમાં વસ્તી વધી
વન વિભાગ અનુસાર ગ્રામ્ય વિસ્તારોની સીમમાં જંગલની સરખામણીએ જીવન ટકાવવા સંઘર્ષ ઓછા કરવા પડતા હોવાથી મૃત્યુ દર ખુબ ઓછો રહે છે જેના કારણે દીપડાની સંખ્યા વધી રહી છે. ચિપ લગાવ્યા બાદ વન વિભાગ વન્ય જીવ અને માનવીઓ બંને માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ સર્જવા પ્રયાસ કરી રહ્યું છે.

ચિપને લઇ કોઈ નુકશાન થતું નથી
વન વિભાગે સિલિકોન ચિપ ઓળખ માટે વપરાય છે શરીરમાં દાખલ કરાય છે પશુને નુકશાન ન કરાય અને માઈગ્રેટિંગ ટ્રેક જાણી શકાય છે. ડો.કુશલ વસાવા, પશુ ચિકિત્સક, વન વિભાગ ભરૂચ

વન વિભાગ દ્વારા પ્રાથમિક ધોરણે 3 દીપડા પૈકી 2 દીપડાને ચિપ લગાવવામાં આવી
ત્રણ દીપડાથી શરૂઆત કરનાર વન વિભાગ હવે આસપાસના વિસ્તારમાં સર્વે કરી કર્યું છે. શેરડીના ખેતરોને આશ્રય સ્થાન બનાવનાર દીપડાઓ ના માનવીઓ ઉપર હુમલાના બનાવોની સંખ્યા શૂન્ય બનવવા વનવિભાગ ચીપના પ્રોજેક્ટ ઉપર મોટો મદાર લગાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...