તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૃદ્ધો માટે ચૈન્નઈના 72 વર્ષીય પ્રૌઢે સાઇકલ યાત્રા યોજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વૃધ્ધાવસ્થાને એક પડકાર સમજીને 72 વર્ષીય યુવાન હરિ ભાસ્કરન ચૈન્નઈ થી સાયકલ યાત્રા ખેડીને અંકલેશ્વર સુધી આગમન કરાયું હતું. જેમનું બાઈસીકલ ક્લબ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

સમાજમાં વૃધ્ધાવસ્થા એટલે કે નિવૃતીબાદ શું કરવુ એ પ્રશ્ન વૃદ્ધો માટે પેચીદો બન્યો છે, ત્યારે લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં વૃદ્ધો માટે આદરભાવ વધે તેવા ઉદ્દેશ્ય સાથે મૂળ ચેન્નઈનાં તમિલનાડુના 72 વર્ષીય સાયકલ સાહસિક હરિ ભાસ્કરન ચેન્નાઇ થી દિલ્હીની સાયકલ યાત્રે નીકળ્યા છે. હેલ્પેજ ઇન્ડિયાનાં સહયોગ થી હરિ ભાસ્કરને 21મી જાન્યુઆરી 2019 થી ચેન્નાઇ થી સાયકલ યાત્રા શરુ કરી હતી,અને આ યાત્રામાં તેઓનાં પત્ની દીપા ભાસ્કરન, નાના ભાઈ પ્રેમનાથ ભાસ્કરન સહિત તબીબોની ટીમ પણ જોડાય છે. હરિ ભાસ્કરને એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે સમાજમાં વૃધ્ધ લોકો માટે આદરભાવ વધે અને સિનિયર સીટીઝનને વિવિધ સમસ્યાઓ માંથી કેવી રીતે મુક્તિ મળી શકે તેવા સંદેશ સાથે તેઓએ સાયકલ યાત્રા પર નીકળ્યા છે અને આગામી તારીખ 19 માર્ચે દિલ્હી ખાતે તેઓની 4000 કિલોમિટરની યાત્રા પૂર્ણ થશે.

અંકલેશ્વર ખાતે સાઇકલ યાત્રીનું સ્વાગત કરતા અંકલેશ્વર બાઈસીકલ ક્લબના સભ્યો. -હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો