તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 વર્ષથી ખાંડના દાગીનાના નામે અનેક લોકોને આ મહાઠગે છેતર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુગર મિલનો સભાસદ બની સુરત જિલ્લાના વેપારીઓને સસ્તી ખાંડના બહાને રૂપિયા પડાવનાર મહાઠગને દિવ્ય ભાસ્કર અને કામરેજ પોલીસ દ્વારા છટકુ ગોઠવી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ ગઠિયા છેલ્લા આંઠ દસ વર્ષથી સુરત જિલ્લાના બારડોલી, કડોદરા, પલસાણા, કામરેજ તેમજ સુરતના કેટલાય વેપારીઓને ઠગી લાખો રૂપિયા પડાવી લીધા છે. દિવ્ય ભાસ્કરના ઓપરેશન સુગર હેઠળ પકડાયેલ આ આરોપી ઘણો રીઢો હોવાનુ બહાર આવ્યુ છે જેને પોલીસે હાલ કસ્ટડીમા મૂકી દિધો છે.

કામરેજ તાલુકાના મોરથાણા ગામનો વિમલ નવનીત પટેલ નામના મહાઠગે છેલ્લા આંઠ થી દસ વર્ષમાં સુગર મિલનો સભાસદ બની એક જ એમો થી અનેક લોકોને ઠગી ચુકયો છે, અને તેમની પાસે લાખો રૂપિયા પડાવી ચુક્યો છે. આ મહાઠગ ડીંડોલી વિસ્તારના એક વેપારી સાથે ખાંડ આપવાના બહાને 25 હજાર રૂપિયાની છેતરપીંડી કર્યા બાદ ફરી અન્ય વેપારીને ફોન કરતા વેપારીએ ભાસ્કરનો સંપર્ક સાધતા દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ દ્વારા કામરેજ પોલીસને મળી આ મહાઠગને ઝબ્બે કરવા છટકુ ગોઠવી કલાકોમાં આ ઠગને ઝડપી પાડ્યો હતો. ઠગ વિમલ પટેલ દ્વારા કામરેજ કડોદરા તેમજ સુરત પલસાણા અને બારડોલી વિસ્તારના નાના મોટા વેપારીઓને આજ એમો સાથે છેતર્યા છે.

...અનુસંધાન પાના નં. 2

દિવ્ય ભાસ્કરના ઓપરેશન સુગર હેઠળ પકડાયેલ આરોપી ઘણો રીઢો

_photocaption_વિમલ પટેલ - ખાંડનો આરોપી*photocaption*
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો