તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક નિયમ તોડનારા વાહન ચાલકોને અટકાવી ફૂલ અપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપી જિલ્લાના વ્યારા ખાતે એ આર ટી ઓ વ્યારા અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ટ્રાફિક સપ્તાહની ઉજવણી ડીવાયએસપી આર. એલ. માવાણી અને વીરજિતસિંહ પરમારના અધ્યક્ષતામાં વ્યારા ખાતે હાથ ધરી હતી. જેમાં તંત્ર દ્વારા હાઇવે પર નિયમનું ઉલ્લધંન કરતા વાહનો ચાલકોને ફૂલ આપી નિયમો ન તોડવા માર્ગદર્શન અપાઈ હતી.

તાપી જિલ્લામાં વ્યારા ખાતે 31માં જિલ્લા ટ્રાફિક સપ્તાહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક આર.એલ.માવાણીએ ગત વર્ષ દરમિયાન થયેલા અકસ્માત મોતનું પ્રમાણ ઘટ્યું હોવનું જાણવાયું હતું. આ વર્ષે હજી પણ વાહન ચાલકો એ ટ્રાફિક સપ્તાહ પૂરતું જ વાહનચાલકો એ તકેદારી રાખવાની નથી પરંતુ જયારે પણ વાહનચાલકો એ વાહનો ચલાવતી સમયે તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે. ઘણીવાર નિયમો તોડવાના કારણે વાહન ચાલકોએ મોટું નુકસાન અથવા જાનહાની થયા છે. નિયમોનું પાલન જરૂરી છે આ સાથે નાયબ પોલીસ અધિક્ષક વીરજીતસિંહ પરમારે જણાવ્યું કે હાલ સરકાર દ્વારા વાહનચાલકો ને સુવિધા અને નિયમ પાલન માટે હાલ સીસીટીવી કેમેરા ચાલુ કરાવ્યા છે. હવેથી નિયમ તોડવા બદલ ઈ મેમો મળશે. જેને લઈ દરેક વાહન ચલાવતી વ્યક્તિ પાસે ટ્રાફિક નિયમના પાલન કરવા જાણવ્યું હતું આ સાથે વ્યારા નગરના ઉનાઈ નાકા પાસે ટ્રાફિક પોલીસ ના શૈલેષભાઇ ગામીતની ટીમ દ્વારા વાહન ચાલકોને અટકાવી ગાડીઓ પર કાળી ફિલ્મો દૂર કરાવી, સીટબેલ્ટ અને હેલમેટ બાબતે પ્રથમવાર નિયમો તોડનારની ફૂલ આપી ભવિષ્યમાં સાવચેતી રાખવા સૂચન આપી હતી. સાથે એ આર ટી ઓ તંત્ર દ્વારા પંથકમાં વાહનચાલકોને સાવચેતી બાબતની પત્રિકા અને વાહનો પર રેડિયમ પટ્ટી લગાડાય હતી.

ટ્રાફિક નિયમ તોડનારને ફુલ આપી સમજાવ્યા

તાપી જિલ્લામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઈ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો