યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા ફ્લેગીંગ ડાન્સનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ પોતે સજાતીય સબંધ ધરાવતા હોય આવા લોકોના હક્કો માટે આંદોલન ચલાવતા હોવાથી આજે પણ ચર્ચામાં છે. તેઓ વિશ્વનું પહેલું એવું ગે-ઓલ્ડએજ હોમ પણ નર્મદા જિલ્લામાં બનાવી રહ્યા છે. તેઓને સામન્ય સમાજમાં સ્થાન ન મળતા આ ગે-ઓલ્ડએજ હોમમાં મુક્ત મને રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હવે રાજવંત પેલેસ ખાતે આગામી 27 મી ફેબ્રુઆરીના રોજ ફલેગિંગ ડાન્સ વર્કશોપનું આયોજન કરાયું છે.માન્વેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, રાજપીપલાના રાજવંત પેલેસ ખાતે એક ફલેગિંગ ડાન્સ વર્કશોપનું આયોજન કરાયું છે. જેનુંનામ Broadway to Bombay રાખ્યું છે. મને નૃત્યનો ખુબ શોખ છે. મારા જન્મદિને એક સંગીત જલાસાનું આયોજન દર વર્ષે કરું છું. આ વખતે હું Broadway to Bombayની થીમ સાથે કર્યક્રમ કરી રહ્યો છું. જેમાં ન્યુયોર્કના માઈકલ ડિક્સ હાજર રહેશે.

રાજવંત પેલેસમાં 27મીએ સંગીત જલશો

અન્ય સમાચારો પણ છે...