તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના ખેડૂતના ખાતામાંથી પાંચ વખત રૂપિયા ઉપડી ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયા એસબીઆઈ શાખામાંથી ગ્રાહકોના ખાતામાંથી બહારોંબહાર રૂપિયા ઉપડી ગયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. મૂળ સંજાલીના અને હાલ અંકલેશ્વર રહેતા ખેડૂતના પરિવારના ખાતામાંથી કુલ પાંચ વખત 2500 રૂપિયા ઉપડી ગયા હતા. ખાતેદારે ફરિયાદ કરતા બે વાર પરત રૂપિયા ખાતામાં જમા થયા હતા.

ઝઘડિયા તાલુકાના સંજાલી ગામની સીમમાં ખેતીની જમીન ધરાવતા અને અંકલેશ્વરની નીલ માધવ સોસાયટીમાં રહેતા હરેશભાઇ અને જગદીશભાઈ આંબાભાઈ પટેલનું ઝઘડિયાની એસબીઆઈમાં ખાતું છે. હરેશભાઈના આ ખાતામાંથી વારંવાર રૂપિયા બારોબાર ઉપડી જતા હતાં. હરેશભાઇ અને જગદીશભાઈના પરિવારના ખાતામાંથી આ વર્ષ દરમિયાન પાંચ વખત 2500 જેટલી રકમ કોઈ પણ જાતના વ્યહવાર કર્યા વગર ઉપડી ગઈ હતી. તે પૈકી તેમને ફરિયાદ કરતા બે વખતની રકમ પરત મળી છે. છેલ્લી ત્રણ વખતની 2500 લેખે 7500 રૂા. છેલ્લા નવ માસથી મળ્યા નથી. જગદીશભાઈનો એવો આક્ષેપ છે કે રૂપિયા ઉપડી ગયા પછી બેંકમાં ફરિયાદ કરવા જઈએ ત્યારે જવાબદાર કર્મચારી આપણી વિગતનો મોબાઈલમાં ફોટો પાડી ઉપરી અધિકારીને મોકલે છે. ત્યારે થોડો સમયમાં જ રૂપિયા ખાતામાં પરત જમા થઇ જાય છે. તેમનું કહેવું છે કે જે જાગૃત ગ્રાહક નિયમિત ખાતું ચેક કરતો હોઈ તેને રૂપિયા બહારોબહાર કપાઈ ગયા તેની ખબર પડે જે અશિક્ષિત લોકોને શુ ખબર પડે જેથી તેમને આને સુવ્યવસ્થિત ષડયંત્ર ગણાવ્યું છે. કેટલા લોકોના રૂપિયા કપાઈ જાય છે અને તેમને ખબર નથી પડતી. આ બાબતે હરેશભાઇએ એસબીઆઈ ઝઘડિયા શાખામાં લેખિતમાં ફરિયાદ કરી છે. અને તેમની જાણ વગર કપાઈ ગયેલા રૂપિયા પરત ખાતામાં જમા કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું છે. અને સાથ સાથે ચીમકી ઉછરી છે કે તેમના બહારોંબહાર ઉપડી ગયેલ રૂપિયા પરત જમા નહિ થઇ તો સખા સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો