Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઘરમાં ટીવી જોતી બે મહિલા પર પાંચ મિનિટ અંધાધુંધ ફાયરિંગ, બંનેના મોત
વાપી | વાપી ચણોદ કોલોની વિસ્તારમાં આવેલ એક ઘરમાં ઘૂસી અંધાધૂંધ ફાયરિંગ કરી 5 મિનિટમાં બાઇક પર આવેલા બે ઇસમો ફરાર થઇ ગયા હતા. બંને મહિલાને માથા તેમજ શરીરના ભાગે ગોળી વાગતા સ્થળ ઉપર મોત થયું હતું. જોકે તેમને કેટલી ગોળી વાગી છે તે પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે. ઘટનાની જાણ થતા એસપી સહિત જીલ્લાભરની પોલીસ સ્થળ ઉપર દોડી આવી હત્યા પાછળનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.
ફાયરિંગ કરનારા બંને ઈસમ લાલ રંગની બાઈક પર બેસી ફરાર
વાપી ચણોદ કોલોની મહાકાલી મંદિર પાસે આરસીએલ કોલોનીમાં રહેતા રેખાબેન મહેતાના પતિ થોડા વર્ષ અગાઉ મોતને ભેંટ્યા હતા. ત્યારબાદથી તેમનો પુત્ર પત્ની સાથે અલગથી રહે છે. 10 દિવસ પહેલા રેખાબેનની મહારાષ્ટ્રના નાગપુર જીલ્લા વરધા ફુલગામમાં રહેતી મહિલા મિત્ર દુર્ગાબેન ખડકે વાપી ખાતે તેમના ઘરે રહેવા માટે આવી હતી. બંને શનિવારે રાત્રે ઘરના હોલમાં બેસીને ટીવી સીરિયલ જોઇ રહ્યા હતા. તે દરમિયાન 8.40 કલાકે એક ઇસમે ઘરના ઓટલે આવી અંધાધુંધ ફાયરિંગ શરૂ કરતા બંનેને માથા તેમજ શરીરના ભાગે ગોળી વાગતા સ્થળ ઉપર મોત થયું હતું. ફાયરિંગ કરી 5 જ મિનિટમાં ઇસમ બહાર લાલ કલરની નંબર વગરની બાઇક લઇને ઉભેલા ઇસમ સાથે ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બનાવ બનતા જ સ્થાનિકોની ભીડ સ્થળ ઉપર જમા થઇ હતી. જે અંગે પોલીસને જાણ કરતા એસપી સહિત જીલ્લાભરની પોલીસ 15 મિનિટમાં સ્થળ ઉપર દોડી આવી હત્યા પાછળનું કારણ તેમજ આરોપીની શોધખોળમાં લાગી ગઇ હતી.
ફાયરિંગને કારણે લોકોના ટોળા ઘટનાસ્થળે
વાપી ફાયરિંગ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ અને ટોળાં
બંને મૃતકો વચ્ચે ગાઢ મિત્રતા હતી
ફાયરિંગના ડબલ મર્ડર કેસમાં નાગપુર રહેતી દુર્ગાબેન ખડકે અને રેખાબેન મહેતા મુળ બિહાર વચ્ચે વર્ષોથી ગાઢ મિત્રતા હતી. જેથી તેઓ અવારનવાર એકબીજાના ઘરે રહેવા માટે પહોંચી જતા હતા. પુત્ર બિપીનને બંને વચ્ચેના સંબંધ અંગે પુછતા તેણે જણાવેલ કે, બંને નાનપણના મિત્ર છે.