ધરમપુરની પાંચ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ઓક્ટોબરમાં યોજાનારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરની પાંચ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ઓક્ટોબરમાં યોજાનારી પેટા ચૂંટણી માટે ફોર્મ સ્વીકારવાના અંતિમ દિન શનિવારે દરેક બેઠક માટે ભરાયેલા માત્ર એક એક ફોર્મને લઇ તમામ બેઠકો બિનહરીફ થવાની સંભાવના જણાઈ રહી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના ગામ આસુરા ગ્રામ પંચાયતની સરપંચ અને બે વોર્ડ સભ્યની ચૂંટણી માટે પણ એકથી વધુ ફોર્મ નહીં ભરાયા હતા. સોમવારે ફોર્મ ચકાસણી અને મંગળવારે ફોર્મ ખેંચવાના દિન બાદ તમામ બેઠકો બિનહરીફ જાહેર થવાનું અનુમાન છે. આસુરાની મહિલા ઉમેદવાર સારીકાબેન પટેલના પતિ સંજય પટેલ સહિત સમર્થકોએ ફટાકડા ફોડી હર્ષ વ્યકત કર્યો હતો. આસુરા, લાકડમાળ, લુહેરી, મામાભાચા, બરૂમાળ ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની સાત બેઠકો માટે લેવાયેલા આંઠ ફોર્મ પૈકી તમામ બેઠકો પર ભરાયેલા સાત ફોર્મની સામે નહીં ભરાયેલા અન્ય ફોર્મને લઈ તમામ ઉમેદવારો હાલ પૂરતા બિનહરીફ જણાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...