તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી ચણોદ કોલોનીમાં ઘરમાં ઘૂસી બે મહિલા ઉપર ફાયરિંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપી ચણોદ કોલોનીમાં ઘરમાં ઘૂસી બે મહિલા ઉપર ફાયરિંગ કરી બાઇક પર આવેલા બે ઇસમો ફરાર થઇ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. તપાસમાં કુલ 6 રાઉંડ ફાયરિંગ પૈકી ત્રણ રાઉંડ મિસફાયર થયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં મૃતક મહિલાના પુત્ર સહિત કેટલાક શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરાઇ છે.

વાપી ચણોદ કોલોની સ્થિત કાળી માતાના મંદિર પાસે આરસીએલ કોલોની 30-349માં રહેતા રેખાબેન બ્રહ્મદેવ મહેતા શનિવારે રાત્રે મહારાષ્ટ્રના નાગપુર જીલ્લામાં રહેતી બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગાબેન સાથે ઘરમાં ટીવી જોઇ રહ્યા હતા. તે દરમિયાન રાત્રે 8.40 વાગે એક ઇસમ ઘરે આવી અચાનકથી પિસ્તલ જેવા હથિયારથી ફાયરિંગ કરતા બંનેને માથા તેમજ શરીરના ભાગે ઇજા પહોંચતા સ્થળ ઉપર મોત થયું હતું. ફાયરિંગ કરી 5 મિનિટમાં ઇસમ ઘર બહાર બાઇક લઇને ઉભેલા સાગરીત સાથે ફરાર થઇ ગયો હતો. જેની જાણ પોલીસને કરતા એસપી સુનીલ જોષી સહિત જીલ્લા ભરની પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. આ બનાવમાં પોલીસે તપાસ કરતા કુલ 6 રાઉંડ ફાયરિંગ થયા હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ત્રણ મિસફાયર થયા હતા. પોલીસે આ કેસમાં ફરિયાદી પુત્ર બિપીન સહિત ચણોદ કોલોનીના કેટલાક શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરી છે. બંને લાશને સુરત ખાતે મોકલાવી સોમવારે સવારે બોડીનું પીએમ કરવામાં આવશે. વાપીની ચકચારિત બે મહિલાના હત્યા કેસમાં 24 કલાક પછી પણ પોલીસ આરોપીની કડી મેળવી શકી નથી. હત્યા ક્યા કારણોસર થઈ એ રહસ્ય પણ હજુ ખુલ્લુ શક્યુ નથી. વાપીમાં કાયદો અને વ્યવસ્થા દિવસે દિવસે કથળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો