તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇલેક્ટ્રીક મોટર વડે એકમાંથી બીજા ટાંકામાં રિફાઇન ઓઇલ ટ્રાન્સફર કરતી વેળાએ વિસ્ફોટ થયા બાદ આગ, 2 ગંભીર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કામરેજ તાલુકાના નવી પારડી ગામે ઉકાઈ મુખ્ય કેનાલની બાજુના ગોડાઉનમાં શનિવારે સવારે 10.15 વાગ્યે ઇલેક્ટ્રિક મોટર વડે એકમાંથી બીજા ટાકામાં રિફાઇન ઓઇલ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું હતું ત્યારે એકાએક ધડાકાભેર આગ ફાટી નીકળી હતી. આ આગના ગોડાઉનમાં કામ કરતાં બે કારીગરો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આગમાં જ્વલંશીલ પ્રદાર્થ સળગતો હોય 4થી વધુ ફાયર ટેન્ડરોએ 5 કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ કામરેજ પોલીસે ગોડાઉનના માલિકને બોલાવી ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે.

કામરેજ તાલુકાના નવી પારડી ગામની હદમાં પીપોદરા નહેર પરથી જતા રસ્તા ઉપર આવેલ શ્રીરામ એન્ટર પ્રાઈઝ નામના હંગામી પતરાના ...અનુસંધાન પાના નં. 2

પતરાના શેડ ઉભા કરી રિફાઇન ઓઇલનો સંગ્રહ કરાયો હતો

કોઈ પણ જ્વલંશીલ પ્રદાર્થ, ડિઝલ કે રિફાઇન ઓઇલ સ્ટોર કરવા માટે એક્સપ્લોઝીવ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નીતિ નિયમો અને સ્થાનિક વહીવટી તંત્રની પરવાનગી બાદ જ તેને સંગ્રહ કરી શકાય છે. આ ગોડાઉનમાં રિફાઇન ઓઇલ જેવું કેમિકલ સંગ્રહ કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે. પતરાના હંગામી શેડમાં આવો જ્વલનશીલ પ્રદાર્થનો જથ્થો સંગ્રહ કરવાની પરવાનગી આપવામાં આવી છે કે કેમ તે પસાનો વિષય છે.

અતુલ ભંડેરી ગોડાઉન ચલાવતો હતો

આ ગોડાઉન અતુલ ભંડેરી નામનો ઈસમ ચલાવતો હતો. આ ગોડાઉનની અંડર રિફાઇન ઓઇલ કે અન્ય કોઈ કેમિકલ રાખવામાં આવ્યું છે કે કેમ ? અને આ કેમિકલ રાખવા માટે તેણે સરકારી પરવાનગી લીધી છે કે કેમ ? વગેરે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે ગોડાઉનના માલિક અતુલ ભંડેરી આવ્યા બાદ જ ખુલવા પામશે.

નહેરનું પાણી ખરા સમયે કામ લાગ્યું

ગોડાઉનમાં લાગેલી આગનેની જાણ ફાયર ફાયટરને કરતાં પલસાણા, કામરેજ, કડોદરા, સુરત સહિતના ફાયર ફાયટરો ઘટના સ્થળે આવી ગયા હતાં. આગને કાબૂમાં લેવા એકધારો પાણીનો મારો ચાલુ રાખ્યો હતો. નજીકમાં વહેતી નહેરમાંથી પાણીને ઝડપભેર લીફ્ટ કરી આગ ઉપર સતત પાણીનો પ્રવાહ ચલાવતાં વિકરાળ આગ પર કાબૂ મેળવાયો હતો.

પહેલા મોટો ધડાકો થયા બાદ આગ

કહેવાતા શંકાસ્પદ રિફાઇન ઓઇલના ગોડાઉનમાં કામ કરતાં કામરેજના ભાવેશ અનુભાઈએ જણાવ્યું કે હું અને ભૈરુસિંગ રાવત સવારે આગ લાગી હતી ત્યારે બંને ગોડાઉનમાં હાજર હતાં. પહેલા એક મોટો ધડાકો થયા બાદ આગ લાગી હતી. આગ થોડવારમાં વિકરાળ બની હતી.

ફર્સ્ટ પર્સન
ભાવેશ અનુભાઈ


{ ચાર ફાયર ફાયટરોની 5 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો

_photocaption_કામરેજ તાલુકાના નવીપારડી ગામે બાયોડીઝલના ગોડાઉનમાં લાગેલી આગ અને ગંભીર રીતે દાઝી ગયેલા 2 યુવાનો.*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો