તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સોનગઢ ખાતે સમીક્ષા બેઠક મળશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા | 26મી, ફેબ્રુઆરીના રોજ બપોરે 3 કલાકે રાજયના આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં મામલતદાર કચેરી, સોનગઢના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાશે. આગામી સમયમાં સોનગઢ તાલુકામાં યોજાનારા દેશના પ્રધાનમંત્રીના કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી પૂર્વતૈયારીઓની સમીક્ષા અર્થે આ બેઠક યોજાશે. તેઓ કાર્યક્રમને અનુલક્ષીને તાપી, સુરત અને ડાંગ જિલ્લાના વહીવટીતંત્ર સાથે બેઠક યોજી સમીક્ષા કરી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત મંત્રી ગણપતસિંહ વસાવા કાર્યક્રમના સ્થળની પણ મુલાકાત લઇ કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી કામગીરીનું જાતનિરીક્ષણ પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો