તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાપીના ડિફોલ્ટરોને આખરે રાહત એનજીટીએ 13 મે સુધીનો સ્ટે આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી સીઇટીપી અને 42 જેટલા ડિફોલ્ટરોને એનજીટીએ ફટકાર લગાવ્યાં બાદ એનજીટીએ રિવ્યુ પિટિશન પણ ફગાવી દીધી હતી. જેને લઇ ડિફોલ્ટરોવતી વીઆઇએ દ્વારા એનજીટીમાં વચગાળાની રાહત માટે અરજી કરાઇ હતી. આ અરજીને માન્ય રાખી એનજીટીએ 13 મે સુધીનો સ્ટે આપ્યો છે. જેના કારણે ડિફોલ્ટરોને રાહત મળી છે. આ ઉપરાંત એનજીટીએ ઓગષ્ટની જગ્યાએ મે માસમાં જ સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની વીઆઇએની રજૂઆતને પણ માન્ય રાખી છે. જેથી કલોઝરવાળા એકમોને ઓગષ્ટની જગ્યાએ મે માસમાં રાહત થઇ જશે.

વાપી સીઇટીપીને દિલ્હી એનજીટીએ 10 કરોડની ડીપોઝીટ જમા કરાવવા આદેશ કર્યો હતો. આ હુકમમાં પ્રદુષણકર્તાઓ સામે પણ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.મોટા એકમોને 1 કરોડ, મધ્યમ એકમોને 50 લાખ અને નાના એકમોને 25 લાખની ડીપોઝીટ જમા કરવા આદેશ કર્યો હતો. ડિફોલ્ટરોવતી વીઆઇએ દ્વારા એનજીટીમાં કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને પણ ફગાવી દેવામાં આવી હતી, પરંતુ હાલ ડિફોલ્ટરો માટે રાહતના સમાચાર છે. કારણ કે વીઆઇએ દ્વારા ડિફોલ્ટરોવતી એનજીટીમાં વચગાળાનો નિર્ણય કરવા અરજી કરાઇ હતી. આ અરજીને એનજીટીએ માન્ય રાખી 13 મે સુધીનો સ્ટે આપવામાં આવ્યો છે. એનજીટીએ સ્ટેમાં ત્રણ બાબતોની સૂચના આપી છે. જેમાં સ્ટે સુધી જીપીસીબી કોઇ એકશન ન લે,કમિટિના રિપોર્ટના આધારે નકકી થયેલી પેનલ્ટી ડિફોલ્ટરોએ ભરવી પડશે અને 13 મે સુધીમાં કમિટિ નિર્ણય ન આપે તો તે પછીની તારીખે સુનાવણી કરાશે.આમ 13 મે સુધી ડિફોલ્ટરો એકમોને રાહત થઇ છે. વીઆઇએની ટીમ પહેલેથી ડિફોલ્ટરોવતી સુપ્રિમકોર્ટ અને એનજીટીમાં લડત આપી રહી છે. તો બીજી તરફ સીઇટીપીને 10 કરોડની ડિપોઝીટ જમા કરાવવા અંગે સુપ્રિમ કોર્ટે NGT જવા કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...