તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડિયા જીઆઈડીસીમાં ધંધાકીય હરિફાઈમાં બે ટ્રાન્સપોર્ટરો વચ્ચે મારામારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી આરતી કંપનીના નવા પ્રોજેક્ટમાં પાણીના ટેન્કર સપ્લાઈ કરવા બાબતે અંકલેશ્વરના બે ટ્રાન્સપોર્ટરો વચ્ચે મારામારી થઈ હતી. નાસિર નામના ટ્રાન્સપોર્ટર સાથે ગાળાગાળી કરી એક ઈસમે પંચ વડે હુમલો કર્યો હતો. નાસિરને મારી નાખવાની ધમકી પણ આપાયી હતી. આ ઝપાઝપી દરમિયાન મજૂરોને ચૂકવવાના 39000 હજાર રૂપિયા ક્યાંક પડી ગયા હતા. સમગ્ર બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઝઘડિયા જીઆઈડીસીમાં ટ્રાન્સપૉર્ટિંગ, ટ્રાવેલિંગ એજન્સી, મશીનરી ભાડે આપવા, લેબર સપ્લાઈ કોન્ટ્રાક્ટ લેવાના ધંધા બાબતે મોટી રસાકસી ચાલી રહી છે. મોટા માથાઓ બધા ધંધામાં માથું મારતા હોઈ સામાન્ય ટ્રાન્સપોર્ટર, કોન્ટ્રાક્ટરના, સ્થાનિકોના, જમીન ગુમાવનારાઓની ગજા બહારની વાત થઈ ગઈ છે. ધંધા બાબતે ઝઘડિયા જીઆઈડીસીમાં નાના મોટા ઝઘડા ચાલતા જ રહે છે. ત્યારે ગતરોજ આવો જ એક મારામારીની કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

...અનુસંધાન પાના નં.2

અંકલેશ્વરના રહેમત પાર્ક ખાતે રહેતા અને મૂળ કપલસાડીનાં વતની નાસિર બસીરખાન પઠાણ ટ્રાન્સપૉર્ટિંગનો વ્યવસાય કરે છે. ઝઘડિયા જીઆઈડીસીમાં તેના પાણીના ટેન્કરો ચાલે છે. હાલમાં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝમાં નવો પ્રોજેક્ટ આવેલો હોય તેનું કામ સુરજ બિલ્ડકોન લિમિટેડ કરી રહી છે.

મંગળવારના રોજ સુરજ બિલ્ડકોનના પ્રોજેક્ટ ઇન્ચાર્જ સકીલભાઈનો ફોન નાસિર પર ગયો હતો. તેને પાણી સપ્લાઈ માટે ભાવ નક્કી કરવા કંપની પર બોલાવ્યો હતો. નાસિરે કંપનીની સાઈડ પર જઈ પ્રોજેક્ટ ઈન્ચાર્જ સાથે વાત કરતો હતો ત્યારે અંક્લેશ્વરનો જયમીન પટેલ નામનો ટ્રાન્સપોર્ટર તેના અન્ય માણસો સાથે ત્યાં ધસી આવી હુમલો કર્યો હતો. યુનુસ મુલતાની ઉર્ફે ટાયગરે નાસીરને પંચ મારી ઈજા પહોંચાડી હતી. જયમીન સાથે આવેલા અન્ય ઈસમો પૈકી પંકજ વસાવા નામના ઈસમે નાસીરની કાર સળગાવી દેવાની ધમકી આપી કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઝપાઝપી દરમિયાન નાસીરના ખિસ્સામાં મજૂરોને ચૂકવવાના 39000 રૂપિયા પણ ક્યાંક પડી ગયા હતા. જયમીન તથા તેની સાથેના ઈસમો નાસીરને મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઘટના બાબતે નાસિર પઠાણે ઝઘડિયા પોલીસ મથકમાં જયમીન પટેલ રહે. અંકલેશ્વર, યુનુસ મુલતાની રહે. રહેમત પાર્ક અંકલેશ્વર, પંકજ વસાવા રહે. બોરભાઠા અંકલેશ્વર તથા અન્ય છ ઈસમો વિરૃદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો