તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામાન્ય વાહનચાલકો માટે ફાસ્ટટેગ ફરજિયાત પણ સરકારનું ST નિગમ જ કરે છે નિયમની ઐસી તૈસી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢના માંડળ ગામના ટોલનાકા પરથી પસાર થતી ગુજરાત રાજ્ય નિગમની તમામ એસટી બસો પર હાલમાં ફાસ્ટ ટેગ લગાડવામાં આવી ન હોય. આ બસો અન્ય વાહનોની સાથે ટોલનાકાની રોકડ લાઈન પરથી પસાર થઇ રહી હોય મુસાફરોનો સમય બગડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ટોલનાકા પરથી પસાર થતા વાહનો માટે ફરજીયાત ફાસ્ટ ટેગ લગાડવાની બાબતનો અમલ કરવાની તૈયારી થઇ રહી છે. ત્યારે ગુજરાત સરકારના જ એક નિગમ દ્વારા એનો હુકમ ન માનવામાં આવતો હોય તો સામાન્ય વાહનચાલકો ને કેમ દબાણ કરવામાં આવે છે. એવો પ્રશ્ન વાહનચાલકો કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ ટોલનાકા પરથી પસાર થતા વાહનોમાં ફાસ્ટ ટેગ લગાડવામાં આવે અને એ કારણે વાહનચાલકોના સમય અને ઇંધણનો બચત થશે એવો તર્ક મૂકવામાં આવી રહ્યો છે. જો કે સરકારના આ નિર્ણય સામે લોકોમાં નારાજગી હોવાનું જોવા મળી રહ્યું છે અને રોકડ વ્યવહારમાં માનતા વાહનચાલકો માટે મુશ્કેલ સ્થિતિ ઉભી થવાની શક્યતા છે. આગામી 15 મી જાન્યુઆરીથી દરેક ટોલનાકા પર અપ અને ડાઉન થઇ માત્ર 02 લાઈન રોકડમાં ટોલ ફી ભરી શકાશે અને બાકીની તમામ લાઈનો ફાસ્ટ ટેગના વાહનો જ પસાર થવાના છે એવી જાહેરાત કરવામાં આવી છે.

જો કે આ હુકમના અમલ સામે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોનગઢના માંડળ ટોલનાકા પર થી પસાર થતા વાહનો પૈકીના અંદાજિત 70 % વાહનો માલિકો આજે પણ પોતાનો સમય બગાડી લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહી રોકડ ટોલ ફી ભરી પસાર થતા હોવાના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. એ સાથે જ સોનગઢ-સુરત વચ્ચે થઇ દોડતી ગુજરાત એસટી નિગમની તમામ બસો પણ ટોલનાકાની રોકડ બારી પરથી જ પસાર થઇ રહી છે. આ કારણે ટોલનાકા પર રોકડ બારીની લાઈનમાં એસ ટી બસ પણ અટવાયેલી જોવા મળતી હોય છે અને એ કારણે સહેજે મુસાફરોનો પંદર થી વીસ મિનિટનો સમય બગડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જે કોઈ નિર્ણય લેવામાં આવે છે એનો અમલ કરવામાં ગુજરાત સરકાર હંમેશા આગળ રહેતી હોવાનું ચિત્ર છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે ત્યારે ફાસ્ટ ટેગની બાબતે સ્થિતિ સાવ ઉંધી છે. હાલમાં એ સ ટી બસ પર ફાસ્ટ ટેગ લગાડવામાં આવી ન હોય મુસાફરોનો સમય બગડી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર નિગમની માફક ગુજરાત અને સુરત એસટી નિગમ આ બાબતે તાકીદે કાર્યવાહી કરી તમામ બસો ફાસ્ટ ટેગ સાથે સજ્જ કરે એવી માંગણી મુસાફર આલમમાં ઉભી થઇ છે.

મહારાષ્ટ્ર નિગમે બસ પર ફાસ્ટ ટેગ લગાડી દીધા પણ ગુજરાત ગાફેલ
સોનગઢના માંડળ ટોલનાકા પરથી રોકડ લાઈનમાં થઇ પસાર થતી બસ.

ટૂંક સમયમાં તમામ એસટીમાં ફાસ્ટ ટેગ લગાડી દેવાશે
 સોનગઢ ડેપોની સુરત-અમદાવાદ તરફના રૂટ પર દોડતી એસટી બસો હાલ ટોલનાકા પરથી રોકડ લાઈન પરથી પસાર થઇ રહી છે એ વાત સાચી છે. પરંતુ નિગમ દ્વારા આવી ફાસ્ટ ટેગ માટે કઈ બેંક સાથે જોડાણ કરવું એ બાબતે નિર્ણય લેવામાં મોડુ થયું હોવાને કારણે હજી સુધી બસ પર ફાસ્ટ ટેગ લગાડી શકાય ન હોવાનું મારી જાણકારીમાં છે. જો કે હવે નિગમના આઈસીઆઈસીઆઈ બેંક સાથે ફાસ્ટ ટેગ બાબતે જોડાણ થઇ ગયું હોવાની માહિતી મળી છે અને ટૂંક સમયમાં તમામ બસ પર ફાસ્ટ ટેગ લગાડી દેવામાં આવશે. ગફૂર શેખ, એટીઆઈ, સોનગઢ ડેપો

 સોનગઢ-સુરત નેશનલ હાઇવે પર દોડતી મહારાષ્ટ્ર એસટી નિગમની તમામ બસો પર ફાસ્ટ ટેગ લગાડી દેવામાં આવ્યા છે અને એ લાલ ડબ્બા તરીકે જાણીતી બસો માંડળ ટોલનાકાથી સડસડાટ પસાર થતી જોવા મળી રહી છે. જયારે ગુજરાત નિગમ હજી આ બાબતે નિર્ણય લીધો ન હોય ગુજરાત નિગમની તમામ બસો રોકડ લાઈન માંથી પસાર થતી હોય મુસાફરોનો કિંમતી સમય અને નિગમને ઈંધણનું નુકશાન થઇ રહ્યું છે. આ બાબતે જે કઈ કામગીરી બાકી હોય એ પૂર્ણ કરી તમામ એસટી બસ ફાસ્ટ ટેગ સાથે દોડાવવામાં આવે તેવી અમારી માંગણી છે. પરેશભાઈ પટેલ, ઉકાઈ-સોનગઢ રેલ એન્ડ રોડ પેસે.એસો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો