તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂગર્ભ જળનો બેફામ વેડફાટ રોટેશનનો ખેડૂતોએ કર્યો વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ ગુરૂવારે વલસાડ જિલ્લાના ખેડૂત અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ વીજ કંપની દ્વારા ખેડૂતો માટે રાત્રીનું રોટેશન કરાતા વિરોધ નોંધાવવા અને આ રોટેશન દિવસે કરવા માટે DGVCLને રજૂઆત કરી છે.

ભારતીય કિશાન સંઘ વલસાડ જિલ્લાના પ્રમુખ શશીકાંતભાઇ પટેલ, સંયોજક કિશોરભાઇ, મંત્રી શશીભાઇ, ચંદુભાઇ અને ભરતભાઇની ટીમે ગુરૂવારે ડીજીવીસીએલના ચીફ ઇજનેરને રૂબરૂ મળીને રાત્રીના રોટેશનની જગ્યાએ દિવસમાં વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી હતી. કિશાન સંઘ મુખ્યમંત્રીને સંબોધીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છેકે, રાત્રે ખેડૂતોને વીજ પુરવઠો અપાતા પર્યાવરણ અને ખેડૂતને નુકશાની થઇ રહી છે. રાત્રીએ ઝેરી જનાવર અને પશુઓથી બચવા માટે ખેડૂતો મોટર ચાલુ રાખીને આવી જતા હોય છે જેથી કરીને ભૂગર્ભ જળનો વ્યય થઇ શકે એમ છે. ખેતીમાં ફક્ત ભેજની જરૂર હોય છે જેના સ્થાને આખી જમીનમાં પાણી ફરી વળતા ખેતી અને પાણીનો બગાડ થાય છે. સરકાર જમીન સુધારણાની તથા સજીવ ખેતીને પ્રાધન્ય આપી રહી છે એવા સંજોગમાં ખેડૂતોને રાત્રીએ વીજ પુરવઠો ભવિષ્યમાં નુકશાન કારક બની શકે એમ છે.

અન્ય સમાચારો પણ છે...