કેરીની વેચાણ વ્યવસ્થા માટેની ખેડૂત શિબિર યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9મીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનીવર્સિટી નવસારી ખાતે કેરીની વેચાણ વ્યવસ્થા માટે ખેડૂત શિબિર યોજાઈ હતી. જેનું સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.સી.કે.ટીંબડીયા અને બાગાયત વૈજ્ઞાનિક આર.એ.ગુર્જર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય આશય ખેડૂતને કેરીના સારા ભાવ મળી રહે અને ખેડૂત સમૃદ્ધ થાય એવો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટનાં ડીન ડો.એચ.આર પંડ્યા હાજર રહ્યા હતા અને ખેડૂતોને સંગઠિત ક્ષેત્રમા આગળ વધવાની તાતી જરૂરીયાત છે એવું જણાવ્યું હતું. ગુજકોમાસોલ તરફથી આવેલ પ્રતિનિધિએ. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો દૂધ માટે અમૂલ જેવી પ્રતિષ્ઠિત કોઓપરેટીવ બનાવવામાં સફળ રહ્યા છે. પરંતુ અન્ય ખેત ઉત્પાદનોમાં ખુબ જ પાછળ રહી ગયા છે. જો કેરી માટે પણ ખેડૂત સંગઠન તરફથી સારો પ્રતિસાદ મળે તો આ જ કેરીને એક્સપોર્ટ કરી સારામાં સારું વિદેશી હૂંડિયામણ પણ મેળવી શકાય છે. ખેડૂતો સાથેની ચર્ચામાં ડો.સી.કે.ટીંબડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ખેડૂતો કેરીની સેન્દ્રીય ખેતીમાં ઝંપલાવશે તો કેરીની ખેતી સારામાં સારું વળતર અને તંદુરસ્ત સમાજના વિકાસમાં ઉત્તમ યોગદાન આપી શકે છે. લગભગ 80થી વધુ ખેડૂતોએ આ શિબિરમાં ભાગ લીધો હતો અને દિવસે દિવસે કેરીના ઘટતા જતા ભાવ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

સાર સમાચાર
અન્ય સમાચારો પણ છે...