આદર્શ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનો વિદાય સમારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | માંડવી તાલુકાના આદર્શ પ્રાથમિક શાળા કમલાપોર ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષા રંજીતાબહેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગની શુભ શરૂઆત પ્રભુવંદનાથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોએ બળકોને જીવનમાં ભણીને એક આદર્શ નાગરિક બને તેવી શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીઓએ પણ પોતાના શાળા અનુભવો અને સંસ્મરણોની યાદ તાજી કરી હતી. શાળામાં પોતાની યાદગારી રૂપે વિદ્યાર્થીઓએ ભેટ આપી હતી. આ પ્રસંગે શાળામાં દાતા દ્વારા નાસ્તો અને નોટબુક વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આચાર્ય વીરેન્દ્રભાઈ રાઠોડે બાળકોને શુભેચ્છા પાઠવી હતી અને ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...