તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાવલ હાઈસ્કૂલમા વિદાય સમારંભ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા | અનાવલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.એલ.પટેલ અને શ્રી વ.માં.મ. મં.સાર્વજનિક કાઈસ્કૂલ ના નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ અને તેજસ્વી તારલાઓનો પારિતોષિક વિતરણ સમારોહ ના દીપપ્રાગત્ય,અને પ્રાથના થી શુભારંભ કરવામાં આવ્યો હતો .શાળાના આચાર્ય સંજયભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યા બાદ કેળવણી મંડળના પ્રમુખ વિપુલભાઈ પટેલે ૫૬ વર્ષથી કાર્યરત આ શાળાની કામગીરી અને આયોજન અંગે ની માહિતી આપતા આ શિક્ષણધામ ને સહયોગ આપનારાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળામાંથી નિવૃત થતા શિક્ષકો, વહીવટી સ્ટાફ, પટાવાળાઓને શુભકામના પાઠવી શાલ ઓઢાડી ને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કરાયું હતું.શાળામાંથી નિવૃત થતા શિક્ષક વિનોદભાઈ પટેલ, સુમનભાઈ પટેલ સહિત સ્ટાફે પોતાના અનુભવો જણાવતા સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...