- Gujarati News
- National
- Mahuva News Failure To Catch A Police Thief On The Fifth Day Of Ancient Idol Stolen 065518
પ્રાચિન મૂર્તિની ચોરીના પાંચમાં દિવસે પણ પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ
મહુવા પંથકમાં આવેલ 850 વર્ષ જૂના સુપ્રસિદ્ધ શ્રી ૧૦૦૮ વિઘ્નહર પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિરમાથી 700 વર્ષ જૂની પ્રાચીન અમૂલ્ય પ્રતિમાની ચોરી ને આજે પાંચ દિવસ થવા છતા પોલીસને હજુ કોઈ કડી મળી નથી. બુધવારે પણ નિવેદનો નોંધવા સિવાય પોલીસ કોઈ ખાસ આગળ વધી શકી નથી.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા પંથકમાં જૈનોનુ આખા દેશનું પ્રાચીન મંદિર શ્રી ૧૦૦૮ વિઘ્નહર પાર્શ્વનાથ દિગંબર જૈન મંદિર આવેલ છે.આ મંદિરમા શુક્રવાર રાત્રી દરમ્યાન અજાણ્ય તસ્કરે ખાતર પાડી પુરાતત્વ વિભાગ દ્વારા સર્ટિફાઈ કરેલ 700 વર્ષથી વધુ જૂની પ્રાચીન અમૂલ્ય 20 પ્રતિમા અને સોના ચાંદીના 9 છત્રની ચોરી ગયો હતો. પોલીસે વિવિધ એજન્સી ની મદદ લઈ અલગ અલગ ટીમ બનાવી તપાસ આદરી હતી.પરંતુ પોલીસ આ ગંભીર બાબતને આજે પાંચ દિવસથી વધુ સમય થવા છતા કોઈ દિશા મળી નથી. પોલીસે બુધવારે મંદિરમાં કામ કરતા મજૂરોના નિવેદનો નોંધ્યા હતા. જ્યારે આજુ બાજુના લોકોની પણ પૂછપરછ કરી છે. પોલીસ હજુ મૂર્તિ ચોરીમાં ખાસ દિશા મડી નથી. પાંચ દિવસે પણ દિશાવિહીન હોવાનું જાણવા મળેલ છે.
ચોરને પકડી શકી નથી જેને લઈ જૈન સમાજ સહિત અન્ય સમાજમાં પોલીસની કામગીરીથી અસંતુષ્ટ હોવાનું જાણવા મળેલ છે.