ખાનગી નોકરીદાતાઓ માટે ઈઆર-1 પત્રકની સુવિધા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા રોજગાર કચેરી, સી-૫, બહુમાળી મકાન, નાનપુરા ખાતે નોંધાયેલા જાહેર તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ત્રિમાસિક પત્રક ઈ.આર-૧ ખુબ જ ઝડપી, સરળતાથી ઓનલાઈન સબમિટ કરી શકે તે માટે રોજગાર અને તાલીમ નિયામકની કચેરીની વેબસાઈટ www.employment.gujarat.gov.in પર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આથી તમામ નોકરીદાતાઓને માર્ચ-ર૦૧૯ અંતિત ઈ.આર-૧ પત્રક ઓનલાઈન મોકલી આપવા અનુરોધ છે. સુરત કચેરીનો ઈ.મેલઆઈ.ડી. dee-sur@gujarat.gov.in છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓને પોતાના એકમમાં રહેલી ખાલી જગ્યાઓ આગામી સમય દરમ્યાન યોજાનાર ઔદ્યોગિક ભરતી મેળાના માધ્યમથી ભરવા માટે સ્થાનિક રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...