તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પારડી ઝાંખરીમાં નેત્ર ચિકિત્સા કેમ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટકારમા | ઓલપાડ તાલુકાના ધી પારડી ઝાંખરી નેશ, કરંજ ગ્રુપ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળી લી ના સૌજન્ય થી દિવ્યજ્યોત ટ્રસ્ટ માંડવી દ્વારા આંખ નિદાન કેમ્પ નું આયોજન પારડી ઝાંખરી ગામે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઉપસ્થિત ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા 283 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જે પૈકી 38 મોતિયાના તેમજ ત્રણ અન્ય રોગના ઓપરેશનના દર્દીઓ જણાયા હતા 90 જેટલા દર્દીઓને રાહત દરે ચશ્મા તથા 18 જેટલા દર્દીઓને મફત દવાનું વિતરણ કરાયું હતું. ઓપરેશનના દર્દીઓને માંડવી તેજસ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મફત ઓપરેશન કરી કેમ્પના સ્થળે મૂકી જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ આ કેમ્પમાં દાંતના તથા હાડકાંના દર્દીઓની તપાસ ડોક્ટર દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો