તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખરે ગુજરાતની એસટી બસો પર ફાસ્ટટેગ લગાડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી 15 મી જાન્યુઆરીથી કેન્દ્ર સરકારના આદેશ મુજબ દેશના તમામ ટોલનાકા પરથી પસાર થતા વાહનોને ટોલ ફી ચૂકવવા માટે ફાસ્ટ ટેગ લગાડવું ફરજીયાત કરવાની તૈયારી ચાલી રહી છે ત્યારે ગુજરાત એસ ટી નિગમની હાઇવે પર દોડતી બસો ટોલનાકાની રોકડ લાઈન માંથી પસાર થતી હતી અને આ કારણે મુસાફરોનો સમય બગડી રહ્યો હતો. આ મુદ્દે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ છપાયો હતો જેના પગલે એસટી નિગમની તમામ બસો પર ફાસ્ટ ટેગ લગાડી દેવામાં આવ્યા હતા. જેને કારણે હવે ટોલનાકા પર રોકડ ટોલ ટેક્સ ભરવામાં વેડફાતો સમય બચી જવાને કારણે હજારો મુસાફરોને રાહત થઇ હતી.

મળતી વિગતો મુજબ સોનગઢ-વ્યારા નેશનલ હાઇવે પર આવેલ માંડળ ગામના ટોલનાકા પરથી પસાર થતી એસટી નિગમની બસો રોકડ લાઈન માંથી પસાર થતી હતી. જયારે મહારાષ્ટ્ર નિગમની એસ ટી બસોમાં ફાસ્ટ ટેગ લાગી ગયા હોવાથી એ ઝડપથી ટોલનાકા પરથી પસાર થઇ જતી હતી. જયારે ગુજરાત નિગમની બસો રોકડ લાઈનમાંથી પસાર થતી હોવાથી મુસાફરોનો દશથી પંદર મિનિટનો સમય બગડતો હતો.

આ બાબતે મુસાફરોએ રોષ વ્યક્ત કરતા પોતાની ફરિયાદ રજૂ કરી હતી કે જયારે સરકાર સામાન્ય વાહનચાલકો માટે ફાસ્ટટેગ ફરજીયાત કરવા મથે છે ત્યારે સરકારનું એસટી નિગમ જ નિયમોની અનદેખી કરે છે. આ બાબતે દિવ્ય ભાસ્કરે શુક્રવારે સોનગઢ ડેપો અને સુરત નિયામકની કચેરીએ મોબાઈલ સંપર્ક કરી ગુજરાત એસટી નિગમની બસોમાં હજી સુધી ફાસ્ટ ટેગ કેમ લગાડવામાં આવ્યા નથી એવો પ્રશ્ન પૂછ્યો હતો. નિગમ પાસે મળેલ વિગત મૂજબ એસટી નિગમ દ્વારા પોતાની દરેક બસમાં કઈ બેંક મારફત ફાસ્ટ ટેગ લગાડવા એ બાબતે વડી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવાને કારણે બસો પર સમયસર ફાસ્ટ ટેગ લગાડી શકાયા ન હતા. જો કે ત્યાર બાદ આ અંગેની નિર્ણય લઈ આઈસીઆઈસીઆઈ બેંક સાથે નિગમના કરાર થઇ ગયા હતા અને નિગમની તમામ બસો પર એ મૂજબ ફાસ્ટ ટેગ લગાડી દેવામાં આવ્યા હતા. હાલમાં સોનગઢ ડેપો દ્વારા દોડાવવામાં આવતી તમામ બસો પર ફાસ્ટ ટેગ લગાડી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે મુસાફર આલમમાં સંતોષની સાથે રાહતની લાગણી જોવા મળી રહી છે.

એસટી બસ પર લગાડવામાં આવેલ ફાસ્ટ ટેગ તસ્વીરમાં જોઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો