તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવીમાં હનુમાન જયંતી નિમિત્તે કાર્યક્રમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી | ગણદેવી નગરમાં વિવિધ હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી થનાર છે. પંડ્યા મહોલ્લામાં આવેલા મારૂતિ મંદિરમાં 18મીને ગુરુવારે મંદિર પટાંગણમાં રાત્રે 8 કલાકે સુંદરકાંડ અને લોકડાયરો, 19મીને શુક્રવારે મારૂતિયાગ, સત્યનારાયણ કથા, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. દરજી ગલીમાં બિરાજમાન સંકટમોચન હનુમાનજી મંદિરમાં પણ 18મીને ગુરૂવારે રાત્રે 9 કલાકે ડાયરો, 19મીને શુક્રવારે બપોરે 2 વાગ્યે યજ્ઞ, સાંજે 6 વાગ્યે મહાઆરતી અને સાંજે 7 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. કાદીપોર મહોલ્લામાં બિરાજમાન પૌરાણિક હનુમાન મંદિરે વહેલી સવારથી મોડી સાંજ સુધીના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કુંભારવાડમાં હનુમાનયાગ, મહાઆરતી, સત્યનારાયણ કથા સહિત વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. કેનિંગ ફેકટરી પાસે હનુમાનજી મંદિરે અખંડધૂન, પૂજન, પઠન અને મહાપ્રસાદ યોજવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...