તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોસાલી પ્રાથમિક શાળામાં ઊર્જા સંરક્ષણ દિન ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકલ | સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત તાલુકા મથક મોસાલી પ્રાથમિક શાળામાં વિશ્વ ઉર્જા સંરક્ષણ દિન નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વીજ સંરક્ષણના સૂચનો ઊર્જા, સંરક્ષણ અંગે નિબંધ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા રાખવામાં આવેલ હતી. આ બંને વિભાગમાં થઈને 50 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ ઉજવણી દરમિયાન દક્ષિણ ગુજરાત વીજ કંપની માંગરોળ તરફથી નાયબ ઈજનેર નિલેશભાઈ આર ચૌધરી જુનિયર એન્જીનીયર જી.ઈ.બી. જેનિષ પી નગડવાલા આ શાળાના આચાર્ય ભુપેન્દ્રભાઈ પટેલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ શાળાના શિક્ષક જીતેન્દ્રભાઈ પટેલ શાળાનો સ્ટાફ તથા બાળકો હાજર રહ્યા હતા ભાગ લેનાર બાળકો માં ચિત્ર તથા નિબંધ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને ત્રીજા ક્રમે આવનાર બાળકો ને જી.ઈ.બી. માંગરોળ ના નિલેશભાઈ ચૌધરી તથા જયેશભાઈ નગડવાલા તરફથી દફ્તર તથા ભાગ લેનાર દરેક બાળકોને કંપાસ બોક્સ અને પેન પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવેલ હતો. વીજળી બચત તથા સાવચેતી અંગે સૂચનો પણ આપવામાં આવ્યા હતા આ સ્પર્ધાને સફળ બનાવવા શિક્ષક જીતેન્દ્રભાઈ પટેલ ઇમરાન ખાન પઠાણ ખુબ સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...