તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનગઢ વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી સંપન્ન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ | સોનગઢમાં કાર્યરત સરકારી વિનયન અને વાણિજય કોલેજ તથા વિજ્ઞાન કોલેજમાં શેક્ષણિક વર્ષ 2018-19 ની વિદ્યાર્થી સંઘની ચૂંટણી શુક્રવારે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. વિનયન અને વાણિજય કોલેજમાં જીએસ પદ પર SYBAમાં અભ્યાસ કરતા એનિયેશભાઈ ઈશ્વરભાઈ ગામીત બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને એ પછી અન્ય વિવિધ સમિતિની રચના કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ રાકેશભાઈ એસ અને પરિવારે અભિનંદન આપ્યા હતા. એ જ રીતે સરકારી વિજ્ઞાન કોલેજમાં થયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં SY BSCમાં અભ્યાસ કરતા ચૌધરી આકાશ મુકેશભાઈ જીએસ પદ પર બિનહરીફ રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બંને જીએસ ને કોલેજના આચાર્ય,વિધાર્થી સંઘના પ્રમુખ, સંઘના ઉપપ્રમુખ સહિત સમગ્ર કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...