તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્નોના નિરાકરણની બાંહેધરીથી NCTના કર્મીઓના હડતાળનો અંત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર એનસીટીના કર્મચારીની હડતાલનો આખરે અંત આવ્યો હતો. હડતાલના ત્રીજા દિવસે પી.આઈ.એ., એ.આઈ.એ અને જીપીસીબીની દરમિયાનગીરી કરી ચુંટણી બાદ તેમના પ્રશ્નોનુ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતાં કર્મીઓએ હડતાળ પાછી ખેંચી હતી.

અંકલેશ્વર, ઝગડીયા અને પાનોલી જીઆઇડીસીના પ્રદુષિત પાણીને ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠાલવતી એનસીટી કંપનીના કોન્ટ્રક્ટના કર્મચારીઓ ગત શનિવારના રોજ હડતાલ પર ઉતર્યા હતા. જેના ત્રીજા દિવસના અંતે જીપીસીબીની વડી કચેરીના અધિકારીઓ, એ.આઈ.એ અને પી.આઈ.એ ના કમિટી સભ્યો તેમજ એનસીટી અને કર્મચારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. કલાકો સુધીની વાટાઘાટો બાદ મેનેજમેન્ટે કામદારોના પ્રશ્નોનું ચૂંટણી બાદ નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા અંતે હડતાળ સમેટાઇ હતી. જેના પગલે કામદારોએ ફરી તેમની કામગીરીની શરૂઆત કરી હતી. જો કે કર્મચાઓએ ચીમકી આપી હતી કે, ચૂંટણી બાદ તેમની માંગણીઓ નહિ સંતોષાય તો ફરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...