તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જંબુસર ડેપોમાં કર્મચારીઓ જ વાહન પાર્ક કરી જતાં રહે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસર એસટી ડેપોની અંદર સ્ટાફના કર્મચારીઓ વાહનો પાર્ક કરી દેતાં હોવાથી મુસાફરો માટે પસાર થવાનો રસ્તો રહેતો ન હોવાથી ફરિયાદ ઉઠી છે. ડેપો મેનેજર કર્મચારીઓ પાસે યોગ્ય જગ્યાએ વાહનો પાર્ક કરાવે તેવી મુસાફરો માંગણી કરી રહયાં છે.

જંબુસર એસટી ડેપોની અંદર મુસાફરોની સાથે વાહનોની પણ હાજરી નજરે પડે છે. ઠેર ઠેર પાર્ક કરી દેવાયેલા ટુ વ્હીલર્સના કારણે મુસાફરોને પસાર થવામાં વિધ્ન નડે છે. ગમે ત્યાં પાર્ક કરી દેવાતી બાઇકો એસટી ડેપોના કર્મચારીઓની જ હોય છે. જંબુસર એસટી ડેપોમાં ટુ વ્હીલર ગાડીઓ માટે પાર્કિંગ વ્યવસ્થા હોવા છતાં એસટી સ્ટાફ દ્વારા જ્યાં ને ત્યાં વાહન પાર્ક કરી જતો રહે છે.

એક બાજુ એસટી ડેપોમાં નવા બાંધકામનું કામ ચાલુ હોવાથી એસટી બસ તથા મુસાફરો માટે અવર જવરનો એકમાત્ર માર્ગ છે .એસટી પાર્કિંગના કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા વારંવાર સૂચના આપવા છતાં આ આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે .જેના કારણે ઘણીવાર તકરારના બનાવો બની રહયાં છે. ડેપો મેનેજર કર્મચારીઓ પાસે યોગ્ય જગ્યાએ વાહનો પાર્ક કરાવે તેવી મુસાફરો માંગણી કરી રહયાં છે.

જંબુસર એસટી ડેપોમાં ખુદ વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ જોવા મળી રહયો છે. એસટી કર્મચારીઓ જ ડેપોની અંદર જ તેમના વાહનો ગમે ત્યાં પાર્ક કરી દેતા હોવાથી મુસાફરોને હાલાકી પડે છે. તસવીર : પરેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...