તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpipla News Employ A Farmer39s Family Who Lost Land In The Kevadia Railway Line 031104

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવડીયા રેલવેલાઇનમાં જમીન ગુમાવનારા દરેક ખેડૂતના પરિવારને નોકરી આપો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ચાંદોદથી કેવડિયા સુધી નંખાનારી રેલવે લાઇનનો તિલકવાડા તાલુકાના ખેડૂતો વિરોધ કરી રહયાં છે. ખેડૂતોને માર્કેટ રેટથી 4 ઘણું વધારે વળતર ચૂકવવા તથા ઘર દીઠ એક દીકરાં -દીકરીને રોજગારી આપવાની માંગ સાથે ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લઈને પ્રવાસીઓ માટે રેલવે સુવિધા ઉભી કરવા ચાંદોદ થી કેવડીયા 40 કીમી લાંબી રેલવે લાઈન નાખવામાં આવી રહી છે. રેલવે લાઈન માટે સરકાર 36 મીટર પહોળી જમીન સંપાદિત કરી રહી છે. સરકાર જંત્રી કરી માત્ર 25 રૂપિયે ચોરસ મીટરના ભાવે વળતર આપવાની વાત કરી રહી છે ત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહયો છે. તિલકવાડાના 18 ગામોના,200થી વધુ ખેડૂતોની જમીનો આ રેલવે લાઈનમાં જઇ રહી છે. ખેડૂતોને માર્કેટ રેટથી 4 ઘણું વધારે વળતર ચૂકવવા તથા ઘર દીઠ એક દીકરાં -દીકરીને રોજગારી આપવાની માંગ સાથે ગુજરાત ખેડૂત સમાજની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં પહેલા છોટાઉદેપુરથી છુછાપુરા તણખલા અને કેવડિયા તથા કેવડિયાથી રાજપીપલા જોડતી રેલવે લાઈન મંજુર થઇ હતી એટલે કેવડિયા ખાતે વડોદરાથી સીધા છોટાઉદેપુરથી જયારે અંકલેશ્વરથી રાજપીપલા થઈ કેવડિયા પ્રવાસીઓ આવી શકે તેમ છે જે લાઈનો નો સર્વે પણ થઇ ગયો છે છતાં સરકાર નવી લાઈન નાખી મહામૂલી જમીનો નષ્ટ કરવા બેઠી છે. સરકાર ખેડૂતોની માંગ નહિ સ્વીકારે તો જલદ આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો