તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નામધાના સેવાસેતુમાં સિસ્ટમ ખોરવાતા અરજદારોને હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપી નજીકના નામધા ગામમાં સેવા સેતુ કાર્યક્રમ શુક્રવારે પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં નામધા અને ચંડોર ગામના લોકો વિવિધ અરજીઓ સાથે આવી પહોંચ્યા હતાં. સવારે શરૂ થયેલા કાર્યક્રમમાં આધારકાર્ડ બનાવવા માટે અનેક અરજદારો ઉમટયા હતાં. જેમાં આધાર કાર્ડ બનાવવા માટેની સિસ્ટમ બંધ થતાં અરજદારો અટવાયા હતાં. અરજદારોએ આ બાબતે પુછતાં સર્વરમાં પ્રોબ્લેમ હોવાથી સિસ્ટમ બંધ હોવાના જવાબો સરકારી કર્મચારી આપ્યા હતાં. નોંધનીય છે કે, બંને ગામમાંથી અનેક લોકોએ રજા મૂકી સેવાસેતુ કાર્યક્રમમાં આવ્યા હતાં. સર્વર ખોટકાવાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આધારકાર્ડ માટે લાંબી કતારો લાગી ગઈ હતી. સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડ, આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ વગેરે યોજનાઓની અરજીઓ સ્વીકારવામાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમમાં જે તે વિભાગની ટીમ હાજર રહી હતી. કાર્યક્રમમાં ચંડોર ગામના સરપંચ રણજીતભાઈ પટેલ હાજર રહ્યા હતા અને અરજદારોને પડતી સમસ્યાઓ ઉકેલી ફોર્મ ભરી આપવામાં આવ્યા હતાં. જોકે વાપી તાલુકામાં હાલ સેવાસેતુના કાર્યકર્મો યોજાઈ રહ્યા છે. જેના કારણે અરજદારોના પ્રશ્નો ઉકેલાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો