રાષ્ટ્રપતિના આગમન પૂર્વે જ દાનહમાં તલાટી કચેરી પાસે ચૂંટણી ઓળખ કાર્ડ રઝળતા મળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાનહના કિલવણી ગામે તલાટી કચેરી નજીક સંખ્યાબંધ વોટર આઇડી કાર્ડ રઝળતી હાલતમાં જોવા મળ્યા છે. આગામી સપ્તાહે સંઘપ્રદેશની મુલાકાતે રાષ્ટ્રપતી આવી રહ્યા છે ત્યારે અસામાજિક તત્વો આ કાર્ડનો દુરુ ઉપિયોગ કરી શકે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી

દાનહના કિલવણી પેટલાદ ખાતે આવેલ તલાટી કચેરી નજીક મોટી સંખ્યામાં ઓરીજનલ વોટિંગ કાર્ડ રઝળતી હાલતમાં જોવા મળ્યા છે. કયા કારણસર આ કાર્ડ અહીં ફેંકાયા છે એની જાણકારી મળી નથી. પણ આ મહત્વનો પુરાવો ગણી શકાય. દાનહ ખાતે વાહન રજિસ્ટ્રેશન માટે વોટર આઇડી કાર્ડ મહત્વનો પુરાવો છે. બીજી તરફ આ કાર્ડનો અસામાજિક તત્વો દ્વારા દૂર ઉપિયોગ કરી અનેક ગુનાઓ કરવામાં આચરી શકે તેમ છે. આવા મહત્વના પુરાવા આ પ્રમાણે મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે સ્થાનિક પ્રસાશન આ બાબતથી અજાણ હોય એવું લાગી રહ્યું છે. રઝળતી હાલતમાં પડેલા આ સેક્ડો વોટર આઇડી કાર્ડની હાલત જોતા એવું લાગે છે કે, આ કાર્ડ ઘણા દિવસથી અહીં પડ્યા હશે. જેની અધિકારીઓએ બિલકુલ નોંધ લીધી નથી. એક તરફ પ્રદેશની મુલાકાતે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે. બીજી તરફ મહત્વના પુરાવા સમાન મોટી સંખ્યામાં વોટિંગ કાર્ડ સરકારી કચેરીની બાજુમાં પડેલા મળે એ સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતા જનક બાબત કહી શકાય છે.

ઓળખ કાર્ડનો કોઇ ગેરકાયદે કામમાં ઉપયોગ થવાની શક્યતા

કીલવણી તલાટી કચેરી નજીકથી રઝળતા જોવા મળેલા સેક્ડોં મતદાન ઓળખ કાર્ડ માંથી બની શકે કે,કેટલાક કાર્ડ કોઇ ઉચકી ગયુ હોય અને ં હોય અને બીજા કોઈ ગેરકાયદે ઉપિયોગમાં લેવાયો હોય તો. આવા અનેક સવાલો હાલ લોકોમાં ઉભા થવા પામ્યા છે.

_photocaption_કિલવણી તલાડી કચેરી પાસે રઝળતા મળેલા સેકડો મતદન ઓળખ કાર્ડ*photocaption*
અન્ય સમાચારો પણ છે...